નેશનલ

પીએમ મોદીને સંબોધિને અમેરિકાના પૂર્વ સુરક્ષા સલાહકારે ચીન પર આપ્યું મહત્વપૂર્ણ નિવેદન

Text To Speech

ન્યૂયોર્ક: પીએમ મોદી મંગળવારે રાત્રે અમેરિકાના ન્યૂયોર્કમાં પહોંચી ગયા હતા. આજે એટલે બુધવાર 21 જૂને પીએમ સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસ મનાવ્યો હતો.

પીએમ મોદી ની પ્રથમ અમેરિકાની રાજકીય યાત્રા છે.

સમાચાર એજન્સી એએનઆઈને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષાસલાહકાર જોન બોલ્ટને વાત કરતાં કહ્યું કે, બંને દેશો સામે સૌથી મોટો પડકાર તે છે કે ચીન સાથે કેવી રીતે પહોંચીવળવામાં આવે.

તેમને કહ્યું, મને લાગે છે કે અમેરિકામાં બધી પાર્ટીઓ મોટા ભાગે એવું માને છે કે ચીન અમેરિકા અને તેના મિત્રો અને તેના સહયોગીઓ માટે એક મોટો ખતરો છે.

બોલ્ટને કહ્યું કે ચીનની વિસ્તારવાદી નીતિના કારણે તે માત્ર એશિયા માટે જ ખતરો નથી. તેમને કહ્યું કે, તેને પહોંચીવળા માટે આ ક્ષેત્રના દેશ બહારના દેશો સાથે તેલમેલ બેસાડે છે અને આ મુશ્કેલ સ્થિતિમાં ભારત અને અમેરિકા બે મહત્વપૂર્ણ દેશ છે.

બોલ્ટને કહ્યું, ભારતના હિત અમેરિકા સાથે સારા સંબંધોમાં નિહિત છે અને મને આશા છે કે પીએમ મોદી તે વાતને માનશે.

તેમને કહ્યું કે, આ યાત્રા ખુબ જ મહત્વપૂર્ણ છે કેમ કે બંને દેશો પાસે આંતરાષ્ટ્રીય રાજનીતિ, અર્થવ્યવસ્થા અને અનેક અન્ય મુદ્દાઓ પર વાત કરવા માટે ઘણું બધુ છે. બંને દેશો વચ્ચે આ મુકાબલો ખુબ જ મહત્વ રાખે છે.

વર્ષ 2018માં જોન બોલ્ટનને અમેરિકાના 27માં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવવામાં આવ્યા હતા. તેમને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કાર્યકાળમાં પદથી હટાવી દીધા હતા.

આ પણ વાંચો-  PM Modi In US Live: મોદી 4 દિવસની અમેરીકાની યાત્રાએ, વ્હાઈટ હાઉસમાં ડિનર પણ લેેશે

Back to top button