નેશનલ

ફાઇવ સ્ટાર હોટલને એક વ્યક્તિએ લગાવ્યો 58 લાખનો ચૂનો; બે વર્ષ સુધી રહ્યો મફત

Text To Speech

નવી દિલ્હી: દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલે પોલીસમાં એક કેસ નોંધાવ્યા છે કે એક વ્યક્તિ લગભગ બે વર્ષ સુધી તેમના ત્યાં બિલ ચૂકાવ્યા વગર મહેમાન બનીને રહ્યો.

હોટલનું કહેવું છે કે હોટલમાં રહી રહેલા વ્યક્તિએ એક સ્ટાફ સાથે મળીને આ ગડબડી કરી જેનાથી હોટલને 58 લાખ રૂપિયાનું નુકશાન થયું.

ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે એયરોસિટીના હોટલ રોજિએટ હાઉસે આઈજીઆઈ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે.

સમાચાર એજન્સી પીટીઆઈનો રિપોર્ટ અનુસાર, એફઆઈઆરમાં કહ્યું છે કે તે વ્યક્તિ 603 દિવસ સુધી હોટલને એક પણ પૈસા આપ્યા વગર હોટલમાં રહ્યો હતો.

એફઆઈઆરમાં તે પણ આરોપ લગાવ્યો છે કે હોટલમાં બિલ આપ્યા વગર રહેનાર વ્યક્તિને હોટલના એક કર્મચારીથી સાથે મળીને તેમને વચલો રસ્તો કાઢ્યો હતો.

હોટેલનો આ કર્મચારી ફ્રન્ટ ઓફિસ ડિપાર્ટમેન્ટનો હેડ હતો અને હોટેલના રૂમના દર નક્કી કરવા માટે અધિકૃત હતો.

આ પણ વાંચો- PM તમામ રાજ્યોમાં રાજ્યપાલો દ્વારા સરકાર ચલાવશે: દિલ્હી CM

આ કર્મચારી પાસે હોટલના તમામ મહેમાનોના બાકી લેણાંની તપાસ કરવા માટે કોમ્પ્યુટર સિસ્ટમ પણ ઉપલબ્ધ હતી.

આરોપ છે કે કર્મચારીએ હોટલના નિયમોનું ઉલ્લંઘન કરીને તે વ્યક્તિને લાંબા સમય સુધી રહેવાની મંજૂરી આપી હતી. હોટલના મેનેજમેન્ટને એવી પણ શંકા છે કે તેના કર્મચારીએ આ માટે પૈસા લીધા હશે.

રોઝેટ હાઉસના મેનેજમેન્ટે એવો પણ આરોપ લગાવ્યો છે કે આ વ્યક્તિએ 30 મે, 2019ના રોજ એક રાત માટે હોટલનો રૂમ બુક કરાવ્યો હતો. તેમણે બીજા જ દિવસે રૂમ ખાલી કરવો પડ્યો હતો પરંતુ તે 22 જાન્યુઆરી 2021 સુધી ત્યાં જ રહ્યો હતો.

હોટલના નિયમો અનુસાર, જો કોઈ ગેસ્ટનું એરિયર્સ 72 કલાકથી વધુ હોય તો તેની માહિતી સીઈઓ અને ફાઈનાન્સિયલ કંટ્રોલરને આપવી પડે છે, પરંતુ આ કિસ્સામાં જવાબદાર કર્મચારીએ પોતાનું કામ કર્યું નથી.

આ પણ વાંચો- PM મોદીના અમેરિન પ્રવાસ વચ્ચે રશિયાએ ભારત માટે શું કહ્યું?

Back to top button