PM મોદીના અમેરિન પ્રવાસ વચ્ચે રશિયાએ ભારત માટે શું કહ્યું?
હમ દેખેગે ન્યૂઝ: PM મોદી અમેરિકાના રાજકીય પ્રવાસ પર છે. આ પ્રવાસને અનેક દ્રષ્ટિકોણથી દેખવામાં આવી રહ્યો છે. એક દ્રષ્ટિકોણ તે પણ છે કે અમેરિકા ભારતને તેના પારંપરિક સહયોગી રશિયાથી દૂર કરવા ઈચ્છે છે.
ભારત અને અમેરિકા વચ્ચે વધતી વ્યૂત્મકતા અને વ્યૂહાત્મક ભાગીદારીના રૂપમાં પણ પીએમ મોદીના આ પ્રવાસને દેખવામાં આવી રહ્યો છે.
આ બધી અટકળો વચ્ચે ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ એલિપોલે અંગ્રેજી સમાચાર હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે રશિયા ભારતને તેની માંગ પ્રમાણે તેલ આપતું રહેશે.
તેમણે કહ્યું કે બંને દેશો ઉર્જા પુરવઠો સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છે અને વેપારમાં અસંતુલનને દૂર કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.
એલિપોવે કહ્યું કે બંને દેશ પશ્ચિમી દેશોના પ્રતિબંધોના કારણે નવી ચૂકવણી સિસ્ટમને લઈને પણ કામ કરી રહ્યા છે.
રાજદૂત એલિપોવે કહ્યું કે વૈકલ્પિક ચૂકવણી સિસ્ટમ બનાવવાને લઈને કામ ચાલી રહ્યુ છે. એલિપોવને પૂછવામાં આવ્યું કે ચીનના રશિયાના વધતા સંબંધો પર શું ભારત અને રશિયાના સંબંધો પર નકારાત્મકતા વધશે?
આ પ્રશ્નનો જવાબ આપતા તેમને કહ્યું કે, ચીનની રશિયામાં વધતી હાજરી પર ચિંતા વ્યક્ત કરવાની જગ્યાએ ભારતીય ટીપ્પણીકાર રશિયાના બજારમાં ભારતના વિસ્તારને પ્રોસ્તાહિત કરે તે વધારે સારૂ રહેશે.
ભારતમાં રશિયાથી તેલ જે માત્રામાં આવી રહ્યું છે, શું તે હંમેશા ચાલું રહેશે? આના જવાબમાં એલિપોલે કહ્યું કે, જ્યાર સુધી ભારતમાં માંગ રહેશે પૂરવડો પણ યથાવત રહેશે. તેલ પૂરવડાના કારણે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર નાણાકિય વર્ષ 2022-23માં રેકોર્ડ 44.4 અરબ ડોલર પર પહોંચી ગયું છે. ભારતના કુલ તેલ આયાતમાં રશિયાનો હિસ્સો એક તૃતિયાંશ છે. રસિયા ભારતની ઉર્જા સુરક્ષામાં સૌથી મોટો ભાગીદાર બની ગયો છે. અમે ભારતમાં લાબા સમયગાળા માટે ઉર્જા પૂરવડો પૂરો પાડવા પર કામ કરી રહ્યા છીએ.
આ પણ વાંચો- PM તમામ રાજ્યોમાં રાજ્યપાલો દ્વારા સરકાર ચલાવશે: દિલ્હી CM
ભારત-ચીનના સંબંધો પર પણ બોલ્યા રશિયન રાજદૂત
એલિપોવે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા ખુબ જ ઝડપી વધી રહી છે, તેથી ઉર્જાની માંગ પણ વધી રહી છે. રશિયન રાજદૂતે કહ્યું કે એક ટોપરીમાં બધા ઇંડા મૂકવાની જગ્યાએ વ્યાપારનો વિસ્તાર કરવો જોઈએ.
ભારતનો 2021-22માં રશિયાથી તેલ આયાત માત્ર બે ટકા હતો, જે વધીને 20 ટકાથી વધારે થઈ ગયો છે. રશિયા ભારતના પારંપરિક તેલ સપ્લાયર દેશ સઉદી અરબ અને ઈરાકને પાછળ છોડી ચૂક્યું છે.
રશિયા અને ભારત વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર વધીને $44 બિલિયન થઈ ગયો છે, પરંતુ તેનો મોટો હિસ્સો તેલની આયાત છે. રશિયામાં ભારતની નિકાસ ઘણી ઓછી છે. એપ્રિલ 2022 થી જાન્યુઆરી 2023 દરમિયાન રશિયા સાથે ભારતની વેપાર ખોટ $34.79 બિલિયન હતી.
રશિયન રાજદૂતને રશિયન વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવની ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું હતું કે રશિયા દ્વારા અબજો ભારતીય રૂપિયાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, જેના જવાબમાં તેમણે કહ્યું કે બંને દેશો વૈકલ્પિક ચુકવણી વ્યવસ્થા તરફ કામ કરી રહ્યા છે. એલિપોવે કહ્યું કે રશિયા ભારત અને અન્ય દેશો સાથે મળીને પશ્ચિમની નાણાકીય વ્યવસ્થાથી અલગ સિસ્ટમ બનાવશે.
ચીન સાથે ગાઢ સંબંધો પર એલિપોવે કહ્યું કે રશિયા કોઈ પણ દેશ પર નિર્ભર રહેવા માંગતું નથી. રશિયન રાજદૂતે કહ્યું, “ચીન અથવા અન્ય કોઈ દેશ સાથે આર્થિક સંબંધોના વિસ્તરણનો અર્થ કોઈના માટે રાજકીય સાધન બનવાનો નથી.” રશિયાના ભારત અને ચીન બંને સાથે ઉત્તમ સંબંધો છે અને આ સંબંધો પરસ્પર હિતો પર આધારિત છે. અમારી પાસે કોઈ છુપો એજન્ડા નથી.
એલિપોવે કહ્યું, “રશિયા ઈચ્છે છે કે ભારત અને ચીન વચ્ચેના સંબંધો સામાન્ય રહે. યુરેશિયામાં સ્થિરતા માટે આ જરૂરી છે. યુક્રેન સંકટમાં પણ ભારતનું વલણ દર્શાવે છે કે તે એક જવાબદાર વૈશ્વિક શક્તિની જેમ વર્તતું આવ્યું છે.
આ પણ વાંચો- PM મોદીને મળ્યા બાદ મસ્કની જાહેરાત; કહ્યું, TESLA જલ્દી ભારતમાં પ્રવેશ કરશે