ગુજરાતદક્ષિણ ગુજરાત

ભરુચ : પાલેજ GIDCમાં વેસ્ટિજ કંપનીમાં ભયંકર આગ, ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી

Text To Speech

ભરુચના પાલેજ GIDCમાં આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગવાને કારણે ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો છે. GIDCમાં વેસ્ટિજ કંપનીમાં લાગેલ ભીષણ આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતા. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

પાલેજ GIDCમાં આવેલી રુચિકા વેસ્ટિજ કંપનીમા આગ

મળતી માહિતી મુજબ આજ રોજ ભરુચના પાલેજ GIDCમાં આવેલી રુચિકા વેસ્ટિજ કંપનીમા આગ લાગવાની ઘટના સામે આવી છે.આજે વહેલી સવારે આ કંપનીમાં એકાએક આગ ભભૂકી ઉઠતા ભારે અફરા તફરી મચ જવા પામી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી આગના ગોટે ગોટા ઉડતા નજરે પડી રહ્યા હતા.આ ઘટનાની જાણ થતા જ સ્થાનિકો તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા જ ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ તેજ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

કંપનીમાં મોટાપાયે નુકસાન

રુચિકા વેસ્ટિજ કંપનીમાં મોટાપાયે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જો કે સદનસીબે આ ઘટનામાં જાનહાનીના કોઈ અહેવાલ સામે આવ્યા નથી. તેમજ આગ લાગવાનું કારણ પણ હજુ સુધી જાણી શકાયું નથી.

 આ  પણ વાંચો : મહુવાના આઇકોનિક સ્થળો ખાતે વિશ્વ યોગ દિવસ અંતર્ગત યોગ પ્રદર્શિત કરી લોકજાગૃતિ કરાઈ

Back to top button