ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ : રથયાત્રામાં થયેલ દુર્ઘટના મામલે CMએ દુઃખ વ્યક્ત કર્યું, મૃતક અને ઇજાગ્રસ્ત માટે સહાયની જાહેરાત

Text To Speech

ગઈ કાલે અમદાવાદના દરિયાપુરમાં ભગવાન જગન્નાથ રથયાત્રા દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં દરિયાપુર વિસ્તારમાં એક મકાનની બાલ્કની ધરાશાયી થવાના કારણે 30 લોકો ઘાયલ થયા છે. જ્યારે એક વ્યક્તિનું આ ઘટનામાં મોત થયું છે. ત્યારે આ દૂર્ઘટના પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું હતું. અને આ દુર્ઘટનામાં સહાયની જાહેરાત કરી હતી.

મૃતક અને ઇજાગ્રસ્ત માટે સહાયની જાહેરાત

ગઈ કાલે ભગવાન જગન્નાથના રથ નિજ મંદિર પહોંચે તે અગાઉ એક મકાનની ગેલેરી તૂટી પડી હતી.જાણકારી મુજબ દરિયાપુર કડિયાનાકા પાસે મસ્જિદ નજીક મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. આ દરમિયાન ઘણા લોકો ભગવાન જગન્નાથના દર્શન કરવા નીચે ઉભા હતા.બાલ્કનીનો એક ભાગ શ્રદ્ધાળુઓ પર પડતાં નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં એકનું મોત થયુ હતુંજ્યારે 30 લોકો ઘાયલ થયા હતા. ત્યારે આ દૂર્ઘટના પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે. અને આ દુર્ઘટનામાં સરકારે સહાયની જાહેરાત કરી હતી. ઘટનામાં મૃતકના પરિવારજનને ચાર લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.  આ ઘટનામાં મેહુલ પંચાલ (ઉ.વ.36)નું સારવાર દરમિયાન મોત થયું હતું.

 

દુર્ઘટના બાદ કાર્યવાહી હાથ ધરી

આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.ઘાયલોમાં મોટાભાગના લોકોને ફ્રેક્ચર અને કરોડરજ્જુમાં ઈજા છે. ત્યારે આ દુર્ઘટનામાં કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે. રથયાત્રા પહેલા જર્જરિત મકાનનોને નોટિસ પાઠવવામાં આવી ન હતી અને હાલ દુર્ઘટના બાદ કાર્યવાહી કરવામા આવી રહી છે. જે મકાનની બાલ્કની ધરાશાયી થઈ હતી તે મકાનનો બાકીનો ભાગ તોડવામાં આવ્યો છો તેમજ દરિયાપુરમાં કુલ 84 મકાનને નોટિસ અપાઈ હતી

 આ પણ વાંચો : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ગુજરાતે મુખ્યમંત્રીની હાજરીમાં સર્જ્યો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ

Back to top button