ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડહેલ્થ

આજે 9મો આંતરાષ્ટ્રીય યોગ દિવસ, PM કરશે અમેરીકામાં યોગા

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ આજે એટલે કે 21મી જૂનને આંતરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. વસુધૈવ કુટુંબકમની થીમ પર નવી દિલ્હીથી ન્યુયોર્ક સુધી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. PM મોદી સાંજે 5.30 વાગ્યે ન્યૂયોર્કમાં યુએન હેડક્વાર્ટરમાં યોગ કરશે.

રાષ્ટ્રને સંબોધનઃ વડાપ્રધાન મોદીએ અમેરિકાના ન્યુયોર્કથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વિડીયો સંદેશ જારી કરીને રાષ્ટ્રને સંબોધન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે યોગ એક વિચાર હતો, જેને આજે આખી દુનિયાએ અપનાવ્યો છે. આજે યોગ એ વૈશ્વિક ભાવના બની ગઈ છે. યોગ હંમેશા જોડવાનું કામ કરે છે.

વિશ્વ યોગ દિવસની ઉજવણીઃ ભારતીય સમય અનુસાર આજે સાંજે સાડા પાંચ વાગ્યે વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આયોજિત યોગ કાર્યક્રમમાં ભાગ લેશે. ભારતના આહ્વાન પર 180 થી વધુ દેશોનું એકઠા થઈને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. 2014માં જ્યારે યોગ દિવસનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આવ્યો ત્યારે રેકોર્ડ દેશોએ તેનું સમર્થન કર્યું હતું. ત્યારથી, યોગ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દ્વારા વૈશ્વિક ચળવળ બની ગયો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં આ શહેરમાં યોજાશે વર્લ્ડ રેકોર્ડ

Back to top button