છેવટે અટકળોનો અંત, Twitterની Deal ફાઈનલ
છેલ્લા કેટલાક સમયથી ટ્વીટરની ડીલ ફાઈનલ થવાના સમાચારે જોર પકડ્યું હતું. દિવસ ઉગતાની સાથે ટ્વીટરની ડીલ આજે થશે કે નહીં અથવા થશે તો કેટલાકમાં થશે તેના પર ચર્ચાની અટકળો ચાલતી હતી. તેના પર એલોન મસ્કને લઈને પણ અલગ-અલગ ડિફેટ પણ થતી હતી. પરંતુ, આ તમામ વાતો અને ચર્ચાઓનો અંત આવી ગયો છે. કારણકે, ટ્વીટરના બોર્ડે એલોન મસ્કને 44 બિલિયન ડોલરમાં કંપનીના વેચાણને મંજૂરી આપી છે.
ટ્વિટરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે એલોન મસ્કને માઇક્રોબ્લોગિંગ સાઈટને 44 બિલિયનમાં વેચવાની મંજૂરી આપી છે. ટ્વિટરે મંગળવારે યુએસ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશનમાં આ સંબંધમાં નિયમનકારી ફાઇલિંગ કરી હતી. ટ્વિટર બોર્ડે સર્વસંમતિથી 44 બિલિયનમાં મસ્કની ખરીદીને મંજૂરી આપી છે. ટ્વિટર બોર્ડને જાણવા મળ્યું કે મર્જર કરાર સ્વીકાર્ય છે અને વ્યવહાર ટ્વિટર અને તેના શેર ધારકોના હિતમાં છે. આ સમાચાર પછી ટ્વિટરના શેરની કિંમત લગભગ ત્રણ ટકા વધીને પ્રતિ શેર 38.60 ડોલર થઈ ગઈ છે.
ટ્વિટર ડીલ શંકાના દાયરામાં હતી
એલોન મસ્કે મંગળવારે કહ્યું કે ટ્વિટર સાથે હજુ પણ કેટલાક વણ ઉકેલાયેલા મુદ્દાઓ છે. મસ્કે કતાર ઇકોનોમિક ફોરમને જણાવ્યું હતું કે તે હજુ પણ ટ્વિટર પર બોટ્સની વાસ્તવિક સંખ્યા કેટલી છે તે જાણવાની રાહ જોઈ રહ્યો છે. તેણે એમ પણ કહ્યું કે તે ટ્વિટરનો સીઈઓ બનવા નથી ઈચ્છતો. ટ્વિટર પર મોટી સંખ્યામાં બૉટની હાજરીથી નારાજ મસ્કે મે મહિનામાં ટ્વિટરને હસ્તગત કરવાનો સોદો અટકાવ્યો હતો. જો કે આ બધાની વચ્ચે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને બિલિયોનેર એલોન મસ્કે લગભગ 44 બિલિયનમાં ટ્વિટરના સંપાદનની જાહેરાત કરી. જેથી આવી તમામ વાતો અને અટકળો પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું છે.