મહિલાએ રસ્તો રોક્યો તો રોબોટે કહ્યું, મને રોકશો નહીં, કામ કરવાનું છે!; જુઓ વિડિઓ
હવે રોબોટ્સ અને AIની માંગ વધી રહી છે. કેટલાક રોબોટ એવા બનાવવામાં આવ્યા છે કે તેઓ માણસોની જેમ વર્તે છે, અનુભવે છે અને પોતાનું કામને અંજામ આપે છે. સોશિયલ મીડિયા પર એક રોબોટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલાએ જ્યારે રોબોટનો રસ્તો રોક્યો તો તે કહી રહ્યો છે કે બાજુમાં હટ, મારે કામ કરવું છે!
સ્માર્ટ રોબોટનો વીડિયો વાયરલ
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક રેસ્ટોરન્ટમાં એક રોબોટ ટેબલ પર ભોજન પહોંચાડવા જઈ રહ્યો છે, જેની ભૂમિકા વેઈટરની છે. આ દરમિયાન એક મહિલા, આ રોબોટનો રસ્તો રોકીને ઊભી રહે છે. આના પર રોબોટ ગુસ્સામાં કહે છે કે મારો રસ્તો ન રોકો, મારે કામ કરવું છે.
મહિલાએ રોબોટનો રસ્તો રોક્યો, વીડિયો થયો વાયરલ
જ્યારે રોબોટે રસ્તો બ્લોક કર્યો તો તેણે કહ્યું કે મારો રસ્તો ન રોકો, મારે કામ કરવું પડશે નહીં તો મને કાઢી મૂકવામાં આવશે. રોબોટની વાત સાંભળીને ત્યાં હાજર તમામ લોકો હસવા લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો uncovering_ai નામના આર્ટિફિશિયલ પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.
રોબોટ પોતાની નોકરી ગુમાવવા માંગતો નથી!
એક યુઝરે લખ્યું, “મને આશ્ચર્ય થયું કે જ્યારે રોબોટનો રસ્તો રોકવામાં આવ્યો ત્યારે રોબોટે બીજો રસ્તો કેમ ન શોધ્યો? પરંતુ તેણે જે રીતે પ્રતિક્રિયા આપી તે રમુજી છે.” એક યુઝરે લખ્યું, “રોબોટ હજુ પણ કામ કરવા માંગે છે, તે પોતાની નોકરી ગુમાવવા માંગતો નથી.” એક યુઝરે લખ્યું કે આ રોબોટ્સ માણસોની નોકરી ખાઈ રહ્યા છે અને લોકોને તે રમુજી લાગે છે.
રોબોટને પણ નોકરીમાંથી કાઢી મુકવાની ચિંતા!
એક યુઝરે લખ્યું કે આ રોબોટને પણ નોકરીમાંથી કાઢી મુકવાની ચિંતા છે. અન્ય એક યુઝરે લખ્યું, “આ રોબોટ કેટલો ઉશ્કેરાયેલો છે!, એવું લાગે છે કે જાણે તેની પાસેથી ઓવરટાઇમ કામ કરાવાય રહ્યુ છે. માણસને છોડો, કદાચ આ રોબોટનું પણ શોષણ થઈ રહ્યું છે.”