ઉત્તર ગુજરાતગુજરાત

રાજતિલક: માલપુર સ્ટેટ-દરબારગઢ ખાતે રાજતિલકની રસમવિધિ યોજાઈ; મહારાઉલજી તેજેન્દ્રસિંહજી નો થયો રાજ્યાભિષેક

રાજવી પરિવારના મહારાઉલજી કૃષ્ણપાલસિંહ મહારાજા લાંબી વયે દેવલોક પામતા તેમના પુત્ર મહારાઉલજી તેજેન્દ્રસિંહજી રાજપૂતનો સ્ટેટના દરબાર ગઢ ખાતે રાજવી પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં ધાર્મિક મંત્રોચ્ચાર સાથે રાજ્યભિષેક તિલક રસમના કાર્યકમનું આયોજન કરાયું હતું. મહત્વનું છે કે માલપુર તાલુકામાં માલપુર સ્ટેટ વર્ષોથી અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લામાં ખ્યાતનામ છે.

rajvi-6hdnews

મહારાઉલજી સાહેબશ્રી તેજેન્દ્રસિંહજીનો રાજ્યાભિષેક કરાયો

મહારાઉલજી કૃષ્ણપાલસિંહજી મહારાજા દેવલોક પામતા રાજવી પરિવારની પરંપરા મુજબ મહારાઉલજી તેજેન્દ્રસિંહજીને કૂળદેવી શ્રી નાગણેશ્વરી માતાજી અને ઈષ્ટદેવ શ્રી ભવનાથ દાદાની અસીમ કૃપાથી મહારાઉલજી સાહેબશ્રી તેજેન્દ્રસિંહજીનો રાજ્યભિષેક તેમજ રાજતિલક કરવામાં આવ્યું હતું.

rajvi-5hdnews

લોકશાહીમાં રાજવી પરિવારની પરંપરાના જીવંત દર્શન થયા

રાજતીલકની રસમના કાર્યકમમાં રાજવી પરિવારના સભ્યો જ ઉપસ્થિત હતા. તે ઉપરાંત ઈડર સહિતના સ્ટેટના અન્ય રાજવી પરિવારના મોભીઓ પણ જોડાયા હતા.

raolji-hdnews

આ દરમિયાન વર્તમાન લોકશાહીમાં રાજવી પરિવારની પરંપરાના જીવંત દર્શન જોવા મળ્યા હતા.
feturephoto-rajvi

પિતાના નિધન બાદ મહારાઉલજી તેજેન્દ્રસિંહજી ગાદી પર બિરાજમાન થશે

પ્રેમ, માનવતાના હિમાયતી મહારાઉલજી સ્વ.કૃષ્ણપાલસિંહ મહારાજાના નિધન પછી રાજપૂત પરિવારો, માલપુર, મોડાસા અને મેઘરજ વિસ્તારની જનતા માટે ન પૂરાય તેવી મોટી ખોટ પડી ગઈ હતી. જોકે, તે ખોટને આંશિક રીતે ભરવા માટે તેમના પુત્રશ્રી મહારાઉલજી તેજેન્દ્રસિંહજીએ મસમોટી જવાબદારી પોતાના માથે લીધી છે. તેઓ હવે તેમના પિતાશ્રીની ગાદી પર બિરાજમાન થશે.

rajvi-2hdnews

તિલક રસમ દરમિયાન આ રાજવીઓ રહ્યા ઉપસ્થિત
મુખ્ય અતિથિ શ્રી મહારાજ સાહેબ શ્રી નરેન્દ્રસિંહજી (ઈડર), મહારાજ કુંવર સાહેબ શ્રી કરણીસિંહજી (ઈડર) શ્રીમાન મહારાણા સાહેબસિંહજી સિદ્ધરાજસિંહજી (લુણાવાડા), શ્રીમાન મહારાવલ સાહેબ શ્રી તુષાર સિંહજી (બારીયા), શ્રીમાન યુવરાજ સાહેબ શ્રી (બારીયા), શ્રીમાન મહારાજ સાહેબ શ્રી વિજયવર્ધનસિંહજી (વિજયનગર) શ્રીમાન મહારાજ સાહેબ શ્રી કામાખ્યા સિંહજી (સંજેલી), શ્રીમાન મહારાણા સાહેબ શ્રી પરાન જય્યાદત સિંહજી (સંતરામપુર) શ્રીમાન યુવરાજ સાહેબ શ્રી રાજરતન સિંહજી (માંડવા) શ્રીમાન કુવર સાહેબ શ્રી કરમજીતસિંહજી (માંડવા) દરબાર સાહેબ શ્રી પૂજાવાડા બાપુ સાહેબ (માંડવગઢ), રામ સાહેબ શ્રી વિક્રમસિંહજી (બિછીયાવાડી) ઠાકોર સાહેબ શ્રી રાજેન્દ્રસિંહજી (મંગાડી), ડો. હરીસિંહજી ચૌહાણ(ડણાદર) તેમજ માલપુર તાલુકા રાજપૂત સમાજ ચાખરાના ગામો, મંગલપુર, પીપરાણા, અદાપુર, ગાજન, પાડ્યા, વાવડી, સાતરડા, અંબાવા તેમજ માલપુર ગામના રાજપૂતો તથા બ્રહ્મ સમાજ તથા મહાજન તથા અન્ય સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

rajyabhisek-1hdnews

ઉલ્લેખનિય છે કે, દેશને આઝાદી અંગ્રેજોનાં શાસનમાંથી મુકિત મળી હતી. દેશ આઝાદ થયો લોકશાહી સાથે લોક તંત્ર અમલમાં આવ્યું. છતાં આજની તારીખે અમુક રાજાઓની કાર્ય પધ્ધિતી સાથે પ્રજાવત્સલનાં કારણે લોકો રાજાશાહીનાં સમય ને યાદ કરે છે. કેમ કે અમુક સીસ્ટમ આજની લોકશાહી પ્રણાલીકા કરતા રાજાઓની રાજનીતિ વધુ સારી હોવાનો અહેસાસ કરાવે છે. તેથી જ તો આજે પણ રાજા-રજવાડાઓના વંશજોનો પણ માન-મોભા જળવાઇ રહ્યો છે.

Back to top button