બાળકોને વ્યસ્ત રાખવા બતાવતા હો ટીવી, તો થઇ જાવ સાવધાન
- બાળકોનો સ્ક્રીન ટાઇમ પ્રતિ દિન એક કલાક કરતા ઓછો હોવો જોઇએ
- ટીવી જોવાથી શિશુઓને કોઇ પ્રકારનો લાભ થતો નથી
- શિશુઓના વિકાસશીલ મગજ માટે માનસિક જંકફુડ જેવુ છે
પેરેન્ટ્સ ખાસ કરીને મમ્મીઓ જ્યારે કોઇ કામમાં હોય અને બાળક હેરાન કરતુ હોય ત્યારે તેને ટીવી ચાલુ કરીને બેસાડી દેવામાં આવે છે. આજની દુનિયામાં ટીવીથી બચવુ લગભગ અશક્ય છે. માતા-પિતા બાળકોને વ્યસ્ત રાખવા માટે ટીવી સામે બેસાડી તો દે છે, પરંતુ નાના બાળકોને ટીવી સામે બેસાડી દેતા પહેલા માતા-પિતાએ તેના નુકશાન જાણી લેવા જોઇએ.
શું કહે છે રિસર્ચ?
અમેરિકન એકેડમી ઓફ પિડિયાટ્રિક્સે 18 મહિનાથી નાની ઉંમરના બાળકોને સ્ક્રીન ટાઇમ બિલકુલ ન હોવાની વાત કરી છે. આટલા નાના બાળકોને મોનિટર, સ્માર્ટફોન અને ટેબલેટ ન બતાવવુ જોઇએ. નાના બાળકોને ટીવી ન બતાવવાની સલાહ આપવામાં આવે છે.
બાળકો કઇ ઉંમરથી ટીવી જોઇ શકે છે?
18થી 24 મહિનાની વચ્ચે બાળકો પોતાના માતા-પિતા સાથે સ્માર્ટફોન કે ટેબલેટ પર થોડી મિનિટો માટે હાઇ ક્વોલિટી વાળી એજ્યુકેશન એપનો ઉપયોગ કરી શકે છે. બે વર્ષથી વધુ ઉંમરના બાળકો ઉચ્ચ-ગુણવત્તા વાળી એપ્સને એક દિવસમાં એક કલાકથી વધુ સમય સુધી ન જોઇ શકે.
બાળકોને કેટલી વાર બતાવશો ટીવી?
આ વાતનો નિશ્વિત જવાબ નથી, પરંતુ વધુ સમય માટે તો બાળકોને તે ન જ બતાવવુ જોઇએ. માતા પિતાએ બાળકોનો સ્ક્રીન ટાઇમ પ્રતિ દિન એક કલાક અથવા તેનાથી ઓછા સમય સુધી સીમિત રાખવો જોઇએ. અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સનું કહેવુ છે કે વીડિયો મનોરંજન બાળકો અને શિશુઓના વિકાસશીલ મગજ માટે માનસિક જંકફુડ જેવુ છે.
શિશુના મગજ પર અસર
ટીવી જોવાથી શિશુઓને કોઇ લાભ થતો નથી. બાળકોને ટીવી જોતી વખતે ચમકીલા અને રંગીન ચિત્ર આકર્ષક લાગે છે. તેઓ ટીવીના પિક્ચરને સમતુલ્ય વાસ્તવિક દુનિયાની ઓળખ કરી શકતા નથી. તેમને એ અહેસાસ નહીં થાય કે તે એજ રમકડુ છે જે તેમના હાથમાં છે.
સ્પીચ અને લેંગ્વેજના વિકાસમાં મોડુ
અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ કહે છે કે એક માતા-પિતા પોતાના બાળકો સાથે રમતી વખતે સરેરાશ પ્રતિ કલાક 940 શબ્દો બોલે છે. ટીવી ચાલુ કરવાથી આ શબ્દોની સંખ્યા ઘટીને 770 થઇ જાય છે. જો તમારુ બાળક કાર્ટૂન જેવા ટીવી કાર્યક્રમોમાં તલ્લીન રહે તો બાળકો દ્વારા બોલાનારા શબ્દોની સંખ્યા ઘટી શકે છે.
આ પણ વાંચોઃ દક્ષિણ મુખી ઘર પણ હોઇ શકે છે શુભઃ આ વાસ્તુ ટિપ્સ બદલી શકે છે ભાગ્ય