ટ્રેન્ડિંગધર્મનેશનલ

જગન્નાથપુરીની રથયાત્રા સૌથી લાંબીઃ જાણો કેટલા દિવસ ચાલશે?

  • જગન્નાથ પુરીમાં આખુ વર્ષ પૂજા ગર્ભગૃહમાં થાય છે
  • અલૌકિક રથયાત્રા દ્વારા ભગવાનને ગુંડિચા મંદિર લઇ જવાય છે
  • પુરીની રથયાત્રા 500 વર્ષ પહેલા શરૂ થઇ હોવાનું અનુમાન

દર વર્ષે જગન્નાથ પુરીની રથયાત્રા ધૂમધામથી કાઢવામાં આવે છે, તેમાં સામેલ થવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. આ વખતે ભગવાન જગન્નાથની રથયાત્રા માટે ઓડિશાના પુરી શહેરમાં લાખો લોકોની ભીડ જમા થઇ ચૂકી છે. આ વખતે 10 લાખ લોકો આ રથયાત્રામાં જોડાય છે. આખું વર્ષ તેની પૂજા મંદિરના ગર્ભગૃહમાં થાય છે, પરંતુ અષાઢ મહિનામાં અલૌકિક રથયાત્રા દ્વારા ભગવાનને ગુંડિચા મંદિર લઇ જવામાં આવે છે.

ચાર પવિત્ર સ્થાનમાંથી એક આ પણ છે

ચાર પવિત્ર સ્થાનમાંથી એક પુરીમાં જગન્નાથ ભગવાન કૃષ્ણના રૂપમાં બિરાજમાન છે. અહીં અષાઢ મહિનામાં બીજના દિવસે તેમની રથયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે પુરીના જગન્નાથ મંદિરની રથયાત્રા 20 જૂનથી શરૂ થઇને 1 જુલાઇ સુધી ચાલશે. કેટલાંક તથ્ય અનુસાર રથયાત્રા 500 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી. પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શરૂ થઈ ચૂકી છે.

દેશ-વિદેશથી સામેલ થાય છે લોકો

પુરીની રથયાત્રામાં દેશ-વિદેશના લોકો ભારે ઉત્સાહથી સામેલ થાય છે. પુરીના ભગવાન જગન્નાથ ધામની ગણના પ્રસિદ્ધ ચાર ધામમાં થાય છે. હિંદુ ધર્મમાં તેનું વિશેષ મહત્વ છે. આ યાત્રામાં પોલીસનો ચુસ્ત બદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ પુરી પહોંચ્યા છે. ભગવાન જગન્નાથના આશીર્વાદ લેવા માટે દેશ અને દુનિયાના ભક્તો મોટી સંખ્યામાં પુરી આવે છે.

પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત

પરિવહન કમિશનર અમિતાભ ઠાકુરે કહ્યું કે પુરીમાં સુરક્ષા દળોની 180 ટુકડી તહેનાત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે સુગમ ટ્રાફિક વ્યવસ્થાપન માટે શહેરને જુદા જુદા ઝોન અને વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. બીચ પેટ્રોલિંગ માટે કોસ્ટ ગાર્ડ હેલિકોપ્ટર પણ તહેનાત કરવામાં આવ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને લોકોને રથયાત્રાની શુભેચ્છા પાઠવી છે.

જગન્નાથપુરીની રથયાત્રા સૌથી લાંબીઃ જાણો કેટલા દિવસ ચાલશે? hum dekhenge news

12 વર્ષે છે મૂર્તિ બદલવાની પરંપરા

પુરીના જગન્નાથ મંદિરમાં દર 12 વર્ષે મૂર્તિ બદલવાની પરંપરા છે. જ્યારે અહીં મૂર્તિ બદલવામાં આવે છે. તે સમયે ખૂબ જ મુશ્કેલ વિધિ અપનાવવામાં આવે છે. જૂની મૂર્તિને કાઢીને નવી મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. નવી મૂર્તિના સ્થાપના સમયે ત્યાં ચારેબાજુ અંધારું કરી દેવામાં આવે છે. કોઈ કોઈને જોઈ શકતું નથી અને જે પૂજારીઓ મૂર્તિની સ્થાપના કરે છે, તે સમયે તેમની આંખો પર પણ પટ્ટી બાંધવામાં આવે છે. આ પ્રક્રિયાને જોવી અશુભ માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ સરસપુરમાં ચાર પેઢીથી ચાલે છે રૂડી માનું રસોડુઃ કોઈ જમ્યા વગર જતુ નથી

Back to top button