ટ્રેન્ડિંગમનોરંજન

અસિત મોદી જેલમાં જઈ શકે છે! નિર્માતા સહિત ત્રણ લોકો સામે FIR

Text To Speech

મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા લાંબા સમયથી વિવિધ આરોપોનો સામનો કરી રહ્યા છે. પરંતુ થોડા સમય પહેલા આ શોમાં મિસિસ સોઢીની ભૂમિકા ભજવનાર જેનિફર મિસ્ત્રીએ શોના નિર્માતા અને પ્રોડક્શન ટીમના અન્ય લોકો પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જે બાદ અસિત મોદી હવે મુશ્કેલીમાં ફસાતા જોવા મળી રહ્યા છે. મુંબઈની પવઈ પોલીસે આઈપીસીની કલમ 354 અને 509 હેઠળ અસિત સહિત ત્રણ લોકો સામે એફઆઈઆર નોંધી છે.

ANIએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ જાણકારી આપી છે. તેમાં લખ્યું છે કે, “મુંબઈ, મહારાષ્ટ્ર, પવઈ પોલીસે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદી, ઓપરેશન હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ સામે આઈપીસીની કલમ 354 અને 509 હેઠળ શો કેસના એક અભિનેતાની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે. મુંબઇ પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

જોકે અસિત મોદીએ તેમના પર લગાવેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે તેમને બદનામ કરવા માટે આ આરોપો લગાવવામાં આવ્યા છે. બીજી તરફ મુંબઈ પોલીસનું કહેવું છે કે અભિનેતાએ અસિત મોદી વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે કહ્યું છે કે TMKOC અભિનેત્રીએ નિર્માતા વિરુદ્ધ જાતીય સતામણીનો આરોપ લગાવતા લેખિત ફરિયાદ નોંધાવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે અસિત મોદી સહિત અન્ય બે ક્રૂ મેમ્બરોએ તેનું યૌન શોષણ કર્યું છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

અસિત મોદીએ કહ્યું તેઓ લેશે લિકલ એક્શન

અસિત મોદીએ કહ્યું કે, જે અભિનેત્રીએ તેમના પર આરોપ લગાવ્યા છે તેમની સામે તેઓ કાયદાકીય કાર્યવાહી કરશે. તેમને અને તેમના શોને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમના કહેવા પ્રમાણે તેમના પર આરોપો લગાવનાર અભિનેત્રીનો કોન્ટ્રાક્ટ શો સાથે સમાપ્ત થઈ ગયો હતો, તેથી જ તે આ બધા આરોપો લગાવી રહી છે.

આ પણ વાંચો- ‘Bawaal’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિવીલ, આ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ફિલ્મ

Back to top button