ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં આજે 146મી રથયાત્રા LIVE : કડિયાનાકા પાસે મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી, 3 બાળક સહિત 8 લોકોને ઈજા

અમદાવાદ: જગતના નાથ ભગવાન જગન્નાથ, મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે આજે નગરચર્યાએ નિકળ્યા છે. અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરેથી ભગવાનની રથયાત્રા હાઈટેક ટેકનોલોજી અને નવા રથ સાથે બહાર નિકળ્યા છે. આ પહેલા જગન્નાથ મંદિરે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ જગન્નાથ મંદિરે પહોંચ્યા અને મંગળા આરતી કરી પરિવાર સાથે દર્શન કર્યા. 4.30 વાગ્યે ભગવાનને ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો ત્યાર પછી 6.30 વાગ્યે ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા અને ત્યારબાદ 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

રથયાત્રા LIVE Update

4 : 40 PMકડિયાનાકા પાસે મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી

રથયાત્રાના માર્ગ દરિયાપુર કડિયાનાકા પાસે મસ્જિદ નજીક મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થાવાની ઘટના સામે આવી છે. જેના કારણે ભગવાન જગન્નાથના દર્શન કરવા ઉભેલા ભાવિકો પર કાટમાળ પડ્યો હતો આ ઘટનામાં 3 બાળક સહિત 8 ભાવિકને ઈજા પહોંચી છે. ઘટનાને પગલે પોલીસ સહિત લોકોમાં દોડધામ મચી જવા પામી છે

રથયાત્રાએ ફરી નીજ મંદિર તરફ પ્રયાણ કર્યુ

મોસાળ સરસપુરમાં વિશ્રામ કર્યા બાદ રથયાત્રાએ ફરી નીજ મંદિર તરફ પ્રયાણ કર્યુ છે. હાલ આ રથ અખાડા હલીમની ખડકી પહોંચ્યા છે.

2 : 40 PM ગજરાજો સરસપુરથી રવાના થયા

2 : 30 PM મોસાળમાં પહોંચ્યા ભગવાન જગન્નાથ

12 : 42 PM રથયાત્રા ખાડિયા પહોંચી છે ત્યારે  જગન્નાથજીના દર્શન માટે ભક્તોના ટોળે ટોળાઊમટ્યા, ગરમીથી રથયાત્રીઓ પર પોળના લોકોએ પાણી વરસાવ્યું, મોસાળમાં ભગવાનના આગમનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

11 : 28 AM  હાલ ગજરાજનું સરસપુરમાં આગમન થઈ ચૂક્યું છે ત્યારે  સરસપુરમાં હરિહરનો સાદ પડતા જ ભક્તોની પ્રસાદ લેવા માટે લાંબી લાઈનો લાગેલી જોવા મળી રહી છે.  ભાણેજને આવકારવા સરસપુર ભક્તિમય વાતાવરણમાં લીન બન્યું છે. ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી રહી છે.

રથયાત્રા દરમિયાન ABVPના વિદ્યાર્થીઓ દ્વારા સાફ સફાઈ હાથ ધરાઈ

વિદ્યાર્થીઓએ મંદિરથી લઈને સરસપુર સુધી સફાઈ અભિયાન હાથ ધર્યું

રથયાત્રાની પાછળ પાછળ સાફ સફાઈ કરીને સ્વચ્છતાનો આપ્યો સંદેશ

રથાયાત્રા દરમિયાન ગંદકી ના થાય તે માટે મોટી સંખ્યામા વિદ્યાર્થીઓ સાફ સાફાઈમાં જોડાયા

રથયાત્રા-humdekhengenews

 

CM ડેશ બોર્ડથી  રથયાત્રા પર નજર રાખી રહ્યા છે  CM ભૂપેન્દ્ર પટેલ

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

11 : 00 AM કાલુપુર સર્કલથી આગળ નિકળી રથયાત્રા

10 : 20 AM જમાલપુર પગથિયા પહોંચી રથયાત્રા

મુસ્લિમ સમાજના લોકોએ પણ ભાવભેર રથયાત્રાનું સ્વાગત કર્યું

પાંચકુવા પહોંચ્યા જગન્નાથજી, રથયાત્રાના દર્શને ઉમટ્યા  ભાવિકો

મોસાળમાં ભાણેજના જમનની તૈયારીઓ

ભગવાનના રથ જ્યારે મોસાળ સરસપુર ખાતે પહોંચશે ત્યારે સરસપુરમાં રથયાત્રામાં આવતા તમામ લોકોને પ્રસાદ સ્વરૂપે અલગ અલગ પોળમાં જમાડવામાં આવશે. 10-15 નહીં પરંતુ 100 વર્ષથી સરસપુરની 15થી વધુ પોળમાં ભક્તો અને સાધુ-સંતોને ભાવભેર જમાડવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

રથયાત્રામાં જમાલપુર પગથિયા પર અખાડાનાં કરતબોએ જમાવ્યું આકર્ષણ

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

8 : 38  AM ભગવાન જગન્નાથજીના દર્શન કરવા ભાવિકોનું ઘોડાપુર ઉમડ્યું

ભાવિકો પર ચોકલેટનો વરસાદ થયો, ભગવાનના દર્શન કરવા ઘર, કોમ્પલેક્સની અગાસી પર લોકો ઉમટ્યા

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

8 : 23  AM રથયાત્રા કોર્પોરેશન પહોંચી, ટેબ્લો AMC  કચેરીએ પહોંચ્યા

8 : 21  AM  રથયાત્રા ગોળ લીમડા પહોંચી , રથયાત્રામાં જોડાયા 101 ટ્રક

રથયાત્રા-humdekhengenews

18 ભજન મંડળીઓ સાથે 2000 સાધુ સંતો પણ સામેલ, ભજનમંડળીઓના ભજનોથી વાતાવરણ બન્યું ભક્તિમય

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

8 : 21 AM  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા અને અષાઢી બીજની પાઠવી શુભેચ્છાઓ

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

8 : 20 AM  CM ભૂપેન્દ્ર પટેલે જગન્નાથની રથયાત્રાની શુભેચ્છા પાઠવી

8 : 15  AM વડાપ્રધાન મોદીએ રથયાત્રાની પાઠવી શુભેચ્છાઓ

PM મોદીએ ભગવાન જગન્નાથ માટે ખાસ પ્રસાદ મોકલ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ ભગવાન જગન્નાથ માટે પ્રસાદ લાવતા હતા. ત્યારે આજે  તેઓ વડાપ્રધાન બન્યા બાદ પણ તેમણે ભગવાનને પ્રસાદ મોકલવાની પરંપરા યથાવત્ રાખી છે. આ  રથયાત્રામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા  ભગવાન જગન્નાથ માટે ખાસ પ્રસાદ મોકલવામાં આવ્યો છે, જે ભગવાનને અર્પણ કરવામાં આવશે.

રથયાત્રા ગજરાજ સાથે રવાના.

ભાઈ બલરામનો રથ પણ નિજ મંદિર બહાર નીકળ્યો.

સવારે 7:05 વાગ્યે સુભદ્રાજીનો રથ પણ નિજ મંદિર બહાર નીકળ્યો.

સવારે 7 વાગ્યે ભગવાન જગન્નાથનો પહેલો રથ નિજ મંદિરની બહાર નીકળ્યો.

સવારે 7 વાગ્યે મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરી રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું.

રથયાત્રા-humdekhengenews

સવારે 6:45 વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર પહોંચ્યા.

સવારે 5:50 વાગ્યે ત્રણેય ભાઈ બહેનને રથમાં બિરાજમાન.

સવારે 5:50 વાગ્યે ભાઈ બલરામને પણ રથમાં બેસાડવામાં આવ્યા છે.

Back to top button