આજનું પંચાગ
તારીખ :- ૨૩ જૂન ૨૦૨૨, વાર :- ગુરુવાર
તિથિ :- જેઠ વદ દસમ
રાશી :- સવારે ૬:૧૩:૧૪ સુધી મીન, ત્યારબાદ મેષ
નક્ષત્ર :- સવારે ૬:૧૩:૧૪ સુધી રેવતી, ત્યારબાદ અશ્વિની
યોગ :- અતિગંડ
કરણ :- સવારે ૦૯:૦૮:૦૨ સુધી વણીજ, ત્યારબાદ વિષ્ટિ
આજનું રાશિ ભવિષ્ય
મેષ :- તમે આત્મમંથન કરી લીધું છે. હવે એ રસ્તા પર ચાલવાનો દિવસ છે. આજે તમે આત્મવિશ્વાસપૂર્વક દરેક પ્રકારના નિર્ણય લેશો. તમારા આરોગ્યમાં સુધારો થાય. આજે તમારા કરેલા કાર્યોની પ્રશંસા થાય. અને તેના માટે મનમાં પણ મળી શકે છે.
વૃષભ :- તમે ફરવા જવાની યોજના બનાવી શકો છો. અને આ યોજના વિદેશ યાત્રાની પણ હોઈ શકે છે. તમારા પાસપોર્ટ વિઝા સંબંધિત કાર્ય કરવા માટે આજે શુભ દિવસ છે. તમારા શોખ ઉપર થોડો કાબૂ રાખો. આ શોખ તમને મોટા ખર્ચા કરાવી શકે છે.
મિથુન :- છેલ્લા થોડા દિવસથી તમે તનતોડ મહેનત કરી રહ્યા છો, તો એનું શુભ પરિણામ મળશે. આજે ઈચ્છાપૂર્તિ નો દિવસ કહી શકાય. તમારા ભાઈ બેન તમને ઘણી મદદ કરી શકે છે. એમના સહકારથી આજે નાણાંનો પ્રવાહ ખૂબ સારો રહેશે.
કર્ક :- તમારી બનાવેલી યોજનાઓ આજે અમલમાં મૂકવી. આજે કરવામાં આવેલ કાર્ય તમને સફળતા અપાવે. તમારા મન નો અવાજ તમને સાચો રસ્તો બતાવશે. નોકરીયાત અને વ્યાપારી બંને વર્ગની તેમના કરેલા કાર્યો માટે સરાહના થઈ શકે છે..
સિંહ :- આજે તમને તમારી ચિંતા અને પરેશાનીનો ઉકેલ મળી શકે છે. કોઈ જ્ઞાની વ્યક્તિની સલાહ લેવી તમારા માટે હિતાવહ રહેશે. તમને સાચું માર્ગદર્શન પણ મળી શકે છે. આજે તમે કુદરતની વધારે નજીક રહેશો. તમારા ગુરુના આશીર્વાદ તમને ફળે.
કન્યા :- આજે કોઈપણ વસ્તુમાં વધારે પડતી દખલગીરી કરવી નહીં. ગુસ્સા ઉપર કાબૂ રાખવો તમારા માટે હિતાવહ રહેશે. કોઈ નજીકની વ્યક્તિ તમારું અપમાન કરી શકે છે. કોઈ પણ મહત્વના નિર્ણયો સમજી-વિચારીને, જાણકારની સલાહ લઈને લેવા.
તુલા :- તમારી કરવામાં આવેલી મદદનું આજે તમને શુભ પરિણામ મળશે. આજે લોકો તમારો સામેથી સંપર્ક કરશે. તમારી ઓળખ ઉભી કરવા માટે ઘણો સારો દિવસ છે. જો તમે સામેથી સંપર્ક કરશો તો આજે તમને મોટી બિઝનેસ ડીલ મળી શકે છે.
વૃશ્ચિક :- આજે કોઈની પણ સાથે સમજી-વિચારીને ચર્ચામાં ઉતરવું. આજે તમે ગુસ્સામાં અપશબ્દો પણ બોલી શકો છો. જેના કારણે તમને ભવિષ્યમાં નુકસાન થઈ શકે છે. જેટલી મદદ કરવાની ભાવના રાખશો એટલું તમારા માટે હિતાવહ રહેશે.
ધનુ :- આજે ચિંતા અને વ્યગ્રતા ઓછી થાય. તમારા આરોગ્યને સુધારવા માટેનો સારો રસ્તો મળે. આજે તમારી કામ કરવાની ઈચ્છા ઓછી થાય. તમે તમારી રચનાત્મકતાને વધારે સમય આપશો. તમે તમારા સંતાનો જોડે સરસ સમય વિતાવી શકો છો.
મકર :- આજે તમે થાક ઉતારવા માટે ઘરમાં રહેવાનું વધારે પસંદ કરશો. પણ તમે તમારું કામ ઘરેથી કરવાનું ચાલુ રાખશો. આજે તમને તમારા સંતાનની ચિંતા વધારે રહે. ઘરમાં સુખ સુવિધા ને લગતો કોઈ સામાન વસાવી શકો છો. મન ઉદાસ રહે.
કુંભ :- આજે કોઈપણ પ્રકારના વાદવિવાદ અને ચર્ચામાં જીત તમારી થશે. તમારી યોજનાઓને ઉપરી અધિકારીઓ સામે મુકતા અચકાવું નહીં. નોકરી માટે ઇન્ટરવ્યુ આપ્યો હોય તો તેનું પરિણામ સારું આવી શકે છે. પાડોશીઓના સંપર્ક રસ્તો બતાવી શકે છે.
મીન :- આજે તમે ઘર પરિવારના સભ્યોની સાથે મળીને કોઈ નાની સરખી પાર્ટી કરી શકો છો. આજે કોઈ પ્રસંગનું આયોજન પણ કરી શકો છો. આજે નાણાનો પ્રવાહ સારો રહેશે. આજે ઘરની કોઈ વ્યક્તિના લગ્નનું કામ આગળ વધી શકે છે.