અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમિત શાહ ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લેવા આવી રહ્યા છે અમદાવાદ, જાણો તેમના કાર્યક્રર્મો

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી રહ્યા છે ગુજરાત
  • ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રામાં તેઓ જોડાશે
  • તેઓ વહેલી સવારે 4 વાગ્યે ભગવાનની મંગળા આરતી કરશે
  • વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે ગૃહમંત્રી શાહ
  • જાણો, કેન્દ્રીય ગૃહમંત્રીના 20 જૂનના કાર્યક્રમો  

ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તો અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત આવી રહ્યા છે.

અમિત શાહ સવારે  4 વાગ્યે મંગળા આરતીમાં હાજર રહેશે

20 જૂને ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળવા જઇ રહી છે. ત્યારે દર વખતની જેમ આ વર્ષે પણ અમિત શાહ જગન્નાથજીના આશીર્વાદ લેવા આવશે. તેઓ વહેલી સવારે 4 વાગ્યે મંગળા આરતીમાં હાજર રહેશે. મોટાભાગે આવા પ્રસંગે તેઓ સપરિવાર જોવા મળે છે. ત્યારે અમિત શાહના આગમનને તમામ તૈયારીઓ અને બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે.

વિવિધ વિકાસ કાર્યોની ભેટ મળશે ગુજરાતવાસીઓને

મંગળા આરતી બાદ તેઓ સવારે 9.15 વાગ્યે ન્યુ રાણીપમાં બગીચાનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત અમિત શાહ સવારે 9.30 વાગ્યે ચાંદલોડિયામાં રેલવે બ્રિજનું લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 10:00 વાગ્યે બોડકદેવમાં ક્રેડાઈ ગાર્ડન પીપલ્સ પાર્કનું ઉદ્ઘાટન કરશે અને સવારે 11.30 વાગ્યે બાવળા ખાતે ત્રિમૂર્તિ હોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપશે.


કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો આ પ્રમાણે રહેશે

તારીખ: 20 જૂન 2023

કાર્યક્રમ 1
જગન્નાથ મંદિરમાં મંગળા આરતી
સમય – સવારે 03:45 am
સ્થળ – જગન્નાથ મંદિર, જમાલપુર, અમદાવાદ

કાર્યક્રમ 2
AMC દ્વારા નવનિર્મિત બગીચાનું ઉદ્ઘાટન
સમય – સવારે 09:15
સ્થળ – ન્યુ રાણીપ, અમદાવાદ

કાર્યક્રમ 3
AMC અને પશ્ચિમ રેલવે દ્વારા નવનિર્મિત જગતપુર રેલવે ફ્લાયઓવરનું ઉદ્ઘાટન
સમય – સવારે 09:30
સ્થળ – ચાંદલોડિયા, અમદાવાદ

કાર્યક્રમ 4
CREDAI ગાર્ડન – પીપલ્સ પાર્કનું ઉદ્ઘાટન
સમય – સવારે 10.00 કલાકે
સ્થળ – ક્રેડાઈ ગાર્ડન, અમદાવાદ

કાર્યક્રમ 5
ત્રિમૂર્તિ હોસ્પિટલનું ભૂમિપૂજન
સમય – સવારે 11:30 કલાકે
સ્થળ – બાવળા, અમદાવાદ

આ પણ વાંચો: વડોદરા : ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભક્તો માટે 32 ટન શીરો તૈયાર કરાયો

Back to top button