ભવાની દેવીએ રચ્યો ઈતિહાસ, ભારતે પ્રથમ વખત મેડલ જીત્યો
ભારતીય ફેન્સર ભવાની દેવીએ ઈતિહાસ રચ્યો છે. ભવાની દેવીએ ચીનના વુશીમાં એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપની મહિલા સેબર ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જો કે, ભવાની દેવીને સેમિફાઇનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમ છતાં ભવાની દેવીએ ઈતિહાસ રચ્યો હતો. આ સ્પર્ધામાં ભારતનો આ પહેલો મેડલ છે.
News Flash: Bhavani Devi knocks OUT World Championship medalist & 3rd seed Seri Ozaki of Japan 15-11 to advance into QF (Sabre) of Asian Fencing Championships.
➡️ Seri Ozaki was part of Bronze medal winning team in 2022 World Championships (Team event). pic.twitter.com/MB7DQgjalJ— India_AllSports (@India_AllSports) June 19, 2023
ભવાની દેવીને સેમિફાઈનલમાં ઝેનાબ દેબેકોવાએ હાર આપી
ચીનના વુક્સીમાં એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં મહિલા સેબર ઈવેન્ટની સેમિફાઈનલમાં ભવાનીને ઉઝબેકિસ્તાનની ઝેનાબ ડેબેકોવાએ પરાજય આપ્યો હતો. આ મેચમાં ઝેનાબ દેબેકોવાએ ભવાનીને 14-15થી હરાવ્યું, પરંતુ તેમ છતાં ભવાની દેવીએ આ ટૂર્નામેન્ટમાં ભારત માટે પહેલો મેડલ સુનિશ્ચિત કર્યો. આ પહેલા ભવાની દેવીએ ક્વાર્ટર ફાઇનલમાં ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન જાપાનની મિસાકી ઈમુરાને 15-10થી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. ખરેખર, મિસાકી સામે ભવાનીનો આ પ્રથમ વિજય હતો. અગાઉ દર વખતે જાપાનના ખેલાડીઓએ ભારતીય ખેલાડીઓને હરાવ્યા હતા.
HISTORICAL FEAT 🚨
What a phenomenal performance by @IamBhavaniDevi who scored a fascinating victory over Reigning World Champion and WR1.
She ensures India’s first ever Medal in this competition.
Congratulations 🎉 pic.twitter.com/GKlDahjeQa
— IndiaSportsHub (@IndiaSportsHub) June 19, 2023
એશિયન ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય ફેન્સર
તે જ સમયે, ભારતીય ફેન્સિંગ એસોસિયેશનના જનરલ સેક્રેટરી રાજીવ મહેતાએ એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ભવાની દેવીને અભિનંદન પાઠવ્યા છે. તેણે કહ્યું કે ભારતીય ફેન્સિંગ માટે આ ખૂબ જ ગર્વનો દિવસ છે. ભવાનીએ એ કરી બતાવ્યું જે આ પહેલા કોઈ મેળવી શક્યું નથી. પ્રતિષ્ઠિત એશિયન ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય ફેન્સર છે. હું સમગ્ર ફેન્સીંગ વિશ્વ વતી તેમને અભિનંદન આપું છું.