ઇમ્ફાલ: મિઝોરમના એકમાત્ર રાજ્યસભાના સભ્ય કે. વેનલેલાવનાએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી અને રાજ્યમાં ચાલી રહેલી હિંસા માટે કેન્દ્ર સરકારીની આકરી ટીકા કરી હતી.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત દરમિયાન વેનલેલવનાએ કહ્યું કે કેન્દ્ર સરકારે મણિપુરમાં એન. બિરેન સિંહની નેતૃત્વવાળી સરકારને હટાવી દેવી જોઈએ, જેથી કેન્દ્રીય દળ ખુબ જ પક્ષપાતી મણિપુર પોલીસને પોતાના કમાન્ડ હેઠળ લઈને રાજ્યમાં થઈ રહેલી જાતિય હિંસાને રોકી શકે.
તેમણે કહ્યું કે મેતૈઇ લોકો અને પહાડી આદિવાસીઓ માટે અલગ વહીવટ વિના લાંબા ગાળાની શાંતિ લાવવી અશક્ય છે. તેમણે બે સમુદાયો વચ્ચે શાંતિ સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય દળો સાથે ઇમ્ફાલ ખીણ અને પર્વતીય વિસ્તારો વચ્ચે બફર ઝોન બનાવવાનું પણ સૂચન કર્યું હતું.
ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના ઘટક મિઝો નેશનલ ફ્રન્ટના સાંસદે અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું, જેમાં તેમને મણિપુરના વિકાસનો અભ્યાસ કરવા માટે સંયુક્ત સંસદીય જૂથ બનાવવાની વિનંતી કરી હતી.
ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં વેનલેલાવનાએ કહ્યું કે હિંસા રોકવાના બે તાત્કાલિક રસ્તા છે. પ્રથમ, મેતૈઈ અને કુકી સમુદાયો માટે અલગ વહીવટ લાવવો અને બીજું, રાષ્ટ્રપતિ શાસન લાદવું.
આ પણ વાંચો- મણિપુરમાં હુમલાખોરોના નિશાના પર BJP નેતા, સુરક્ષા દળો સાથે રાતભર અથડામણ
પ્રથમ મુદ્દા પર વિસ્તૃત રીતે વાત કરતાં તેમણે કહ્યું, “બંને સમુદાયોએ એકબીજાથી સુરક્ષિત રહેવાની જરૂર છે. મૈતેઇ સંખ્યામાં ભલે વધુ હોય પરંતુ તેમને બચાવવાની જરૂર છે. આ જ વાત આદિવાસીઓને પણ લાગુ પડે છે.
રાષ્ટ્રપતિ શાસનની માંગને યોગ્ય ઠેરવતા તેમણે ઉમેર્યું, ‘હિંસા ખૂબ લાંબા સમયથી ચાલી રહી છે અને બિરેન સિંહ સરકારને હટાવવાનો સમય આવી ગયો છે. કેન્દ્રએ મણિપુર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ. કેન્દ્રીય દળો મામલો સંભાળશે. શાંતિ સ્થાપવા માટે આ બે બાબતો જરૂરી છે કારણ કે બંને સમુદાયોએ ઘણું સહન કર્યું છે.
જ્યારે મણિપુરમાં મિઝોરમ દ્વારા રાજ્યની આંતરિક બાબતોમાં દખલગીરી કરવાના આરોપો અંગે પૂછવામાં આવ્યું ત્યારે વેનલેલાવનાએ કહ્યું, “આપણે દખલ કરવી પડશે… કારણ કે તેઓ (કુકી) અમારા ભાઈઓ અને બહેનો છે. તે બધા જે લોકો છે, જેઓ વંશીય રીતે અમારી સાથે સંબંધિત છે. અમે તેમને પ્રેમ કરીએ છીએ કારણ કે તેઓ અમને પ્રેમ કરે છે. મેં ટ્વિટર પર પણ લખ્યું છે કે જો તેઓ (મણિપુરની મિઝો વંશીય જનજાતિઓને) એવું લાગે છે કે તેમની પાસે તેમનું પ્રતિનિધિત્વ કરવા માટે તેમનો પોતાનો સાંસદ નથી, તો હું તેમનો સાંસદ છું.
આ પણ વાંચો- કોંગ્રેસનો પીએમ મોદીને પ્રશ્ન; ’49 દિવસથી સળગી રહ્યું છે મણિપુર અને કંઇ જ કહ્યાં વગર જઇ રહ્યાં છે વિદેશ’