ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતમાં બોગસ આધારકાર્ડ બનાવવાનુ કૌભાંડ ઝડપાયુ, 2012થી ચાલતા કૌભાંડનો SOGએ કર્યો પર્દાફાશ

Text To Speech

સુરતમાં ડુપ્લીકેટ ડોક્યુમેન્ટથી આધાર કાર્ડનો પર્દાફાશ થયો છે. આ મામલામાં સુરત શહેર SOG ટીમે આધાર કાર્ડ બનાવતી એજન્સીના 5 શખ્શોની ધરપકડ કરી છે. વર્ષ 2012થી કૌભાંડ ચલાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

સુરત SOG એ બોગસ આધારકાર્ડ બનાવવાનુ કૌભાંડ  ઝડપ્યું

સુરતમાં ડુપ્લીકેટ ડોક્યુમેન્ટથી આધાર કાર્ડ બનાવવાનુ કૌભાંડ ઝડપાયુ છે. SOG દ્વારા દરોડો પાડી પોલીસે 2 એજન્ટો સહિત 3 બ્લેકલિસ્ટેડ એજન્ટોની ધરપકડ કરી છે. તેઓ દ્વારા 1500 થી 3 હજાર રુપિયામાં આધાર કાર્ડ બનાવવામાં આવતા હતા. આ ટોળકીએ બાંગ્લાદેશી લોકોને પણ અહીં આધાર કાર્ડ બનાવી આપ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામા આવી છે. સુરત SOG એ આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.

સુરત SOG-humdekhengenews

કોમ્પ્યુટર દ્વારા ડુપ્લીકેટ ડોક્યુમેનટ પર ઓરીજનલ આધાર કાર્ડ બનતા

SOGના દરોડામાં ટોળકીની ઓફીસમાંથી બોગસ આધારકાર્ડનો જથ્થો મળી આવ્યો છે. ટોળકીએ અધિકૃત પ્રકારની ઓફીસ તૈયાર કરી હતી. આ ઓફિસમાંથી બોગસ ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે. કોમ્પ્યુટર દ્વારા ડુપ્લીકેટ ડોક્યુમેનટ પર ઓરીજનલ આધાર કાર્ડ બનતા હતા. ત્યારે SOG દ્વારા સમગ્ર ખેલ પકડી પાડવામાં આવ્યો છે. અને આધાર કાર્ડ બનાવતી એજન્સીના અધિકૃત બે એજન્ટને ઝડપી પાડવામા આવ્યા છે. અને પોલીસે એજન્સી જેને આપવામાં આવી છે, તે શખ્શોની તપાસ શરુ કરી છે અને આ ઈસમો દ્વારા અત્યાર સુધીમાં કેટલા આધાર કાર્ડ બનાવવામાં આવ્યા હતા અને બીજા કયા દસ્તાવેજો ડુપ્લીકેટ બનાવ્યા છે તેની તપાસ હાથ ધરી છે.

વર્ષ 2012થી ચાલતું હતુ કૌભાંડ

આ ઈસમો વર્ષ 2012થી ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ ઉભા કરી ઓરીજનલ આધારકાર્ડ બનાવતા હતા. આ પાંચ ઈસમમાંથી ત્રણ ઈસમોને એન્જસીમાંથી બ્લેક લિસ્ટ કર્યા હતા. તેઓએ અત્યાર સુધી હજારોની સંખ્યામાં ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ આધારે આધાર કાર્ડ બનાવ્યા છે.

 આ પણ વાંચો : IPS રવિ સિન્હા બનશે RAW ના નવા ચીફ, કેબિનેટ કમિટીએ નિમણૂકને આપી મંજૂરી, જાણો કોણ છે આ અધિકારી

Back to top button