નવી દિલ્હી: પીએમ મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા વિશ્વની રાજનીતિમાં અનેક રોટલા શેકાઇ રહ્યાં હોય તેવું દેખાઇ રહ્યું છે. વર્ષો સુધી એકબીજાને ન મળનારા દેશોના પ્રતિનિધિઓ મેરેથોન બેઠકો યોજી રહ્યાં છે, તો ચીનના રાષ્ટ્રપતિ અમેરિકાના વિદેશ મંત્રી સાથે હાથ મિલાવતા જોવા મળ્યા છે. અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી છે. બ્લિંકન ચીનના પ્રવાસ પર છે. પાછલા પાંચ વર્ષમાં ચીનનો પ્રવાસ કરનારા અમેરિકાના પ્રથમ નેતા બન્યા છે.
બ્લિંકન અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગની મુલાકાત નક્કી કાર્યક્રમનો હિસ્સો નહતી પરંતુ પાછળથી મુલાકાત નક્કી થઈ હતી. ચીનનું સરકારી મીડિયા આ મીટિંગનું લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યું છે. આ મુલાકાત રાજધાની બેઇજિંગના ગ્રેટ હોલ ઓફ ધ પીપુલમાં થઈ રહી છે. જોકે, આ મીટિંગ પછી ભારતીય વિદેશ બાબતોના નિષ્ણાતોમાં એક નવી જ ચર્ચા જાગી છે. ભારતીય નિષ્ણાતોને લાગી રહ્યું છે કે, ચીન અને અમેરિકા વચ્ચે નવી જ ખિચડી પાકવા જઈ રહી છે. એક તરફ અમેરિકા ચીનના પ્રતિસ્પર્ધી ભારત સાથે સંબંધોને એક નવી ઉંચાઇ પર લઈ જવાની કોશિશ કરી રહ્યું છે તો બીજી તરફ તે ચીનમાં જઈને આઠ-આઠ કલાકોની બેઠક યોજી રહ્યું છે. આમ ચીન-અમેરિકા વચ્ચે કંઇક નવા જૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે. જે ભારત માટે પડકારજનક થઇ શકે છે.
બ્લિંકને આનાથી પહેલા ચીનના ટોચના રાજનાયક વાંગ યી અને ચીનના વિદેશ મંત્રી ચિન ગાંગ સાથે મુલાકાત કરી હતી. વાંગ યી, કોમ્યુનિસ્ટ પાર્ટીના કેન્દ્રીય વિદેશ મામલા આયોગના પ્રમુખ છે. ચીન અને અમેરિકાના સંબંધમાં લાંબા સમયથી સંબંધમાં તિખાશ જોવા મળી રહી છે. અનેક મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે મતભેદ ચાલી રહ્યાં છે. અમેરિકન વિદેશ મંત્રીના આ પ્રવાસનો હેતુ સંબંધોમાં આવેલી તિખાશને ઓછી કરવાનો માનવામાં આવી રહ્યો છે.
વાંગ યીએ કહ્યું કે બંને દેશોએ ભાગીદારી અને સંઘર્ષ વચ્ચે પસંદગી કરવાની છે.
નવેમ્બર 2022માં અમેરિકન ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસે વ્યક્તિગત રૂપથી શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત થાઈલેન્ડમાં એશિયા-પ્રશાંત આર્શિક સહયોગ શિખર સંમેલનમાં થઈ હતી. ત્યારથી અત્યાર સુધી અમેરિકાના કોઈપણ ટોચના અધિકારીએ ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી નહતી.
આ પણ વાંચો- ભારતમાં મીડિયા અને પત્રકારોની હાલત ખરાબ થઈ રહી છેઃ રોઈટર્સનો વાર્ષિક રિપોર્ટ
પીએમ મોદીના અમેરિકા પ્રવાસ પહેલા અમેરિકન વિદેશ મંત્રીની ચીનના વિદેશ મંત્રી સાથે મેરેથોન બેઠક
પીએમ મોદી અમેરિકાના પ્રવાસ પર જઈ રહ્યાં છે. આ પહેલા જ અમેરિકન મંત્રી બ્લિંકને રવિવારે ચીના સમક્ષ ચિન ગાંગા સાથે આઠ કલાકની મેરેથોન બેઠક કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમને ભોજન પણ સાથે લીધું હતું. આ બેઠક સમયથી એક કલાક વધારે એટલે આઠ કલાક ચાલી હતી.
રવિવારે મોડી રાત્રે એક પ્રેસ બ્રીફિંગમાં અમેરિકન વિદેશ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અમેરિકા ચીનના શીર્ષ સ્તર પર વાતચીતને ફરીથી શરૂ કરવાની દિશામાં આગળ વધી રહ્યુ છે.
કહેવામાં આવ્યું કે બંને નેતાઓએ અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા મતભેદો પર પણ ચર્ચા કરી હતી.
પીએમ મોદી જઈ રહ્યાં છે અમેરિકાના પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 23 જૂન સુધી અમેરિકાની મુલાકાતે છે, ત્યારબાદ તેઓ ઇજિપ્ત જવા રવાના થશે.
ભારતીય વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનના આમંત્રણ પર અમેરિકા જઈ રહ્યા છે.
વિદેશ સચિવે કહ્યું, “આ આપણા બંને દેશો વચ્ચેના સંબંધોની દ્રષ્ટિએ એક સીમાચિહ્નરૂપ છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ મુલાકાત છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે”
તેમણે કહ્યું, “આ પીએમ મોદીની પ્રથમ સત્તાવાર રાજ્ય મુલાકાત (સત્તાવાર રાજ્ય મુલાકાત) છે. આ પહેલા પીએમ લગભગ છ વખત અમેરિકા ગયા છે, તે બધા દ્વિપક્ષીય અને બહુપક્ષીય કાર્યક્રમો હતા.”
આ પણ વાંચો-શું સરકારી હોસ્પિટલોની દયનીય સ્થિતિ લઈ રહી છે લોકોના જીવ? 4 દિવસમાં 57 દર્દીઓના મોત થતાં હડકંપ
ક્વાત્રાએ જણાવ્યું કે યાત્રા 21 જૂને સવારે ન્યૂયોર્કથી શરૂ થશે. અહીં પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે.
આ પછી તેઓ ન્યૂયોર્કમાં કેટલાક મોટા નેતાઓને પણ મળશે. તેઓ 21 જૂને જ વોશિંગ્ટન જવા રવાના થશે અને અહીં એક કાર્યક્રમમાં ભાગ લેશે.
તેમણે કહ્યું કે 21 જૂને પીએમ મોદી અને જો બાઇડેન રૂબરૂ મળી શકે છે.
પ્રવાસના બીજા દિવસે એટલે કે 22 જૂને પીએમ મોદીનું વોશિંગ્ટનના વ્હાઇટ હાઉસમાં સ્વાગત કરવામાં આવશે. તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે મુલાકાત અને દ્વિપક્ષીય બેઠક કરશે.
આ પછી પીએમ યુએસ કોંગ્રેસને સંબોધિત કરશે. ક્વાત્રાએ કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને પીએમના સન્માનમાં સત્તાવાર રાજ્ય ભોજન સમારંભનું આયોજન કર્યું છે.
પીએમ મોદી 23 જૂને પણ વોશિંગ્ટનમાં હશે અને અહીં કેટલાક પસંદગીના સીઈઓને મળશે. આ પછી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને લંચ માટે મળશે.
આ પણ વાંચો- રાજસ્થાનમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ; હજારો લોકોનું સ્થળાંતર-ચાર લોકોના મોત