ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારતમાં મીડિયા અને પત્રકારોની હાલત ખરાબ થઈ રહી છેઃ રોઈટર્સનો વાર્ષિક રિપોર્ટ

હમ દેખેગે ન્યૂઝ: રોયટર્સ ઈન્ટીટ્યૂટ ફોર ધ સ્ટડી ઓફ જર્નલિઝ્મે પોતાના વાર્ષિક ડિજિટલ ન્યૂઝ રિપોર્ટમાં કહ્યું છે કે ભારતીય મીડિયા કંપનીની સમાચારોમાં ઘટતી રૂચિ, ઓછો વિશ્વાસ અને પ્રેસની આઝાદીના ખતરા વચ્ચે આવકમાં ઘટાડા સાથે કઠિન સમયનો સામનો કરી રહ્યું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં મીડિયા પત્રકારોની સુરક્ષાના સંબંધમાં પડકારો અને અયોગ્ય રાજકિય પ્રભાવનો સામનો કરી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્વતંત્ર અને સરકાર પ્રત્યે ટીકાત્મક વલણ રાખનારા પત્રકારો પર જીવલેણ હુમલા, ઓનલાઈન ટ્રોલિંગ અને કાયદાકીય દાવપેચ રમવામાં આવી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે ગત ફેબ્રુઆરી મહિનામાં દિલ્હી અને મુંબઈ સ્થિત બીબીસી કાર્યાલયો પર ઇન્કમ ટેક્સ વિભાગે સર્વે કર્યો હતો. કહેવામાં આવ્યું કે બીબીસી દ્વારા ગુજરાત રમખાણોમાં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકાને લઈને ડોક્યુમેન્ટ્રી રિલિઝ કર્યા પછી આ કાર્યવાહી બદલાના ભાવનાથી કરવામાં આવી છે.

તે ઉપરાંત વિભિન્ન સ્ત્રોતો દ્વારા સમાચારોને વાંચવા અને શેર કરવાની સંખ્યામાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. ડિજિટલ મીડિયાની વાત કરવામાં આવે તો લીગેલી બ્રાંડ્સમાં એનડીટીવી 24×7, બીબીસી ન્યૂઝ, રિપબ્લિક ટીવી અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા લોકો માટે ટોચના સમાચાર સ્ત્રોત હતા. આશ્ચર્યજનક રીતે હિન્દી ભાષાનું અખબાર દૈનિક ભાસ્કર અંગ્રેજી સમાચાર વાચકો દ્વારા વાંચવામાં આવતી ટોચની 10 લેગસી બ્રાન્ડ્સમાં સામેલ છે.

જોકે, ડિજિટલ બ્રાન્ડ લેગસી મીડિયા બ્રાન્ડ્સ જેટલી લોકપ્રિય થઇ શકતા નથી. અહેવાલ જણાવે છે કે સમાચાર વેબસાઇટ્સ “સમર્પિત અને વ્યસ્ત પ્રેક્ષકો” ને આકર્ષિત કરી રહી છે.

મહત્વપૂર્ણ બાબત તે છે કે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ધ વાયરે મેટાની બાબતમાં પોતાની હારના કારણે ગંભીર વિશ્વસનીયતા સંકટનો સામનો કર્યો. તેથી જ તેને વાર્ષિક બ્રાન્ડ ટ્રસ્ટ રેટિંગમાં કેટલાક દર્શકોનો વિશ્વાસ ગુમાવી દીધો.

આ પણ વાંચો- રાજસ્થાનમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ; હજારો લોકોનું સ્થળાંતર-ચાર લોકોના મોત

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓનલાઈન સમાચારોને વાંચવામાં ખુબ જ મોટો ઘટાડો થયો છે. પાછલા વર્ષની સરખામણીમાં આમાં 12 ટકાનો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને સોશિયલ મીડિયા દ્વારા સમાચારો જોવામાં સૌથી મોટો ઘટાડો થયો છે. રિપોર્ટ અનુસાર, વિશેષ રૂપથી યુવા અને શહરી દર્શકો વચ્ચે ટીવી સમાચાર જોવામાં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે. રિપોર્ટમાં મહામારીના લપ્ત થતા પ્રભાવને આંશિક રૂપથી ઘટાડા માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે.

રિપોર્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા આઈટી રુલ્સ, 2021મા સંશોધન કરવાના નિર્ણય પર પણ પ્રશ્ન ઉઠાવ્યા છે. જોકે, ઓનલાઈન સામગ્રીને બ્લોક કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત પહેલાની પ્રક્રિયાઓનું પાલન ન કરવું અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને ખતરામાં નાંખવા માટે સરકારની આ કોશિશોની વ્યાપક રૂપથી ટીકા થઈ રહી છે.

ખુશીની વાત તે છે કે રોયટર્સની આ રિપોર્ટમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રાજદ્રોહ કાયદાને સ્થગિત કરવા અને ટીવી ચેનલ મીડિયા વન મામલામાં પ્રેસની સ્વતંત્રતા કાયમ રાખવાનો ઉલ્લેખ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતાં કહ્યું હતું કે ચેનલને ચલાવવાની મંજૂરી ન આપવાથી પ્રેસની સ્વતંત્રતા પર “ચિંતાજનક અસર” થશે. આ કેસમાં કેન્દ્ર સરકારે “નાગરિકોના અધિકારોને નકારવા માટે રાષ્ટ્રીય સુરક્ષા અરજી”નો  ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો- શું સરકારી હોસ્પિટલોની દયનીય સ્થિતિ લઈ રહી છે લોકોના જીવ? 4 દિવસમાં 57 દર્દીઓના મોત થતાં હડકંપ

Back to top button