રશ્મિકા મંડન્ના સાથે થઈ 80 લાખની છેતરપિંડી, અભિનેત્રીને લાગ્યો આઘાત
સાઉથની અભિનેત્રી રશ્મિકા મંડન્ના ને હાલમાં જ આર્થિક નુકસાન થયું છે. વાસ્તવમાં અભિનેત્રી 80 લાખ રૂપિયાની છેતરપિંડીનો શિકાર બની છે. અને તેને છેતરનાર વ્યક્તિ જાણકાર હતો. આનાથી અભિનેત્રીને ઘણો આઘાત લાગ્યો છે. સાઉથની જાણીતી અભિનેત્રી Rashmika Mandannaએ ફિલ્મ ‘ગુડબાય’ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી છે.
અભિનેત્રી ટૂંક સમયમાં રણબીર કપૂર સાથે ‘એનિમલ’માં જોવા મળશે. હાલમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો રશ્મિકા સાથે 80 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે તેવા અહેવાલો છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર નેશનલ ક્રશ રશ્મિકા મંદન્ના 80 લાખ રૂપિયાની છેતરપિંડીનો શિકાર બની છે. છેતરપિંડી કરનાર વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ તેનો મેનેજર છે. તેવું સંભાળીને અભિનેત્રી આઘાતમાં જોવા મળી છે.
મેનેજરે કથિત રીતે રશ્મિકા પાસેથી 80 લાખ રૂપિયાની ચોરી કરી હતી.આ અંગેની માહિતી મળતાં જ રશ્મિકાને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે મેનેજરને નોકરીમાંથી કાઢી મૂક્યો.રિપોર્ટ અનુસાર, મેનેજર લાંબા સમયથી રશ્મિકા મંદન્ના સાથે કામ કરી રહ્યો હતો અને અભિનેત્રીની જાણ વગર ધીમે ધીમે પૈસાની ચોરી કરતો હતો.
રશ્મિકા મંદાન્નાની વાત કરીએ તો હાલના દિવસોમાં તે રણબીર કપૂર સાથે તેની આગામી ફિલ્મ ‘એનિમલ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ ફિલ્મના અભિનેતાનો ફર્સ્ટ લૂક પોસ્ટર જાહેર કરવામાં આવ્યો હતો અને પ્રી-ટીઝરે રિલીઝ સાથે ચાહકોનો ઉત્સાહ વધાર્યો છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવશે.
આ પણ વાંચો : આદિપુરુષમાં પ્રભાસ પછી રોમેન્ટિક ફિલ્મમાં શાહિદ કપૂર સાથે જોવા મળશે ક્રિતી સેનન