અમિત શાહ આવતીકાલે ફરી આવશે ગુજરાત, જગન્નાથજી મંદિરે કરશે મંગળા આરતી, જાણો સમગ્ર કાર્યક્રમ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એક વાર ગુજરાત આવી રહ્યા છે. આવતીકાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. આ દરમિયાન તેઓ જગન્નાથજી મંદિરે મંગળા આરતી કરશે અને ગાંધીનગર લોકસભામાં 75 કરોડના કાર્યનું લોકાર્પણ કરશે.
અમિત શાહ આવતી કાલે આવશે ગુજરાત
તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, આ દરમિયાન તેઓએ કચ્છમાં અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું. અને માંડવી હોસ્પિટલમાં દાખલ અસરગ્રસ્તોની મુલાકાત લઈ તેમના ખબર-અંતર પૂછયા હતા. ત્યારે આવતી કાલે ફરી એક વાર તેઓ ગુજરાત આવી રહ્યા છે. આવતી કાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નિકળવાની છે. ત્યારે અમિત શાહ અમદાવાદમાં જગન્નાથજી મંદિરમાં મંગળા આરતીના દર્શન કરશે.તેમજ તેઓ ગાંધીનગર લોકસભામાં 75 કરોડના કાર્યનું લોકાર્પણ કરશે. અમિતશાહના કાલના દિવસના કાર્યક્રમની વિગતો સામે આવી છે.
અમિતશાહના 20 જૂનના વિવિધ કાર્યક્રમો
કાર્યક્રમ 1
જગન્નાથ મંદિરમાં મંગળા આરતી
સમય – 03:45 am
સ્થળ – જગન્નાથ મંદિર, જમાલપુર, અમદાવાદ
કાર્યક્રમ 2
AMC દ્વારા નવનિર્મિત પાર્કનું ઉદ્ઘાટન
સમય – સવારે 09:15
સ્થળ – ન્યુ રાણીપ, અમદાવાદ
કાર્યક્રમ 3
AMC અને રેલવે દ્વારા નવનિર્મિત જગતપુર રેલવે ફ્લાયઓવરનું ઉદ્ઘાટન
સમય – સવારે 09:30
સ્થળ – ચાંદલોડિયા, અમદાવાદ
કાર્યક્રમ 4
CREDAI ગાર્ડન – પીપલ્સ પાર્કનું ઉદ્ઘાટન
સમય – સવારે 10.00 કલાકે
સ્થળ – ક્રેડાઈ ગાર્ડન, અમદાવાદ
કાર્યક્રમ 5
ત્રિમૂર્તિ હોસ્પિટલનું ભૂમિપૂજન
સમય – સવારે 11:30 કલાકે
સ્થળ – બાવળા, અમદાવાદ
આ પણ વાંચો : રથયાત્રાને લઈને પોલીસ તંત્ર એલર્ટ : ભગવાન જગન્નાથની રથ યાત્રામાં પ્રથમ વાર એન્ટી ડ્રોન ગનનો થશે ઉપયોગ