લાઈફસ્ટાઈલહેલ્થ

શું તમારે સુંદર આકર્ષક વાળ જોઈએ છે ? ઘરે જ બનાવો આ રીતે શેમ્પૂ-કંડીશ્નર અને હેર માસ્ક

Text To Speech
 શું તમે બજારમાંથી ખરીદેલા શેમ્પુ અને કંડીશ્નરનો ઉપયોગ કરો છો ? શું તેનાથી તમારા વાળ ખરાબ થઈ રહ્યા છે ? શું તેમાં કેમિકલ છે ? તો કેમિકલ યુક્ત શેમ્પૂથી છૂટકારો મેળવવાની સૌથી સારી રીત છે કે ઘરે જ જાતે શેમ્પૂ બનાવવામાં આવે તો તેના માટે અરીઠાથી શ્રેષ્ઠ શું હોઇ શકે? અરીઠા તમારા વાળ માટે ઉત્તમ માનવામાં આવે છે. તેનાથી વાળ સુંદર, મજબૂત અને ચમકદાર બને છે. માર્કેટમાં ઉપલબ્ધ શેમ્પૂ અને ક્ધડીશનરમાં પણ અરીઠાનો ઉપયોગ કરવામાં આવે છે.
જાણો અરીઠાથી શેમ્પૂ, કંડીશ્નર અને હેર પેક બનાવવાની રીત 
ઘરે અરીઠાથી શેમ્પૂ બનાવવા માટે આમળા, શિકાકાઇની સાથે થોડુક અરીઠા પાણીમાં 30-40 મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ તમામ સામગ્રીને મેશ કરી લો. તેને આખી રાત પલળવા દો. સવારે મિશ્રણને ગાળી લો હવે આ પ્રવાહી પદાર્થનો ઉપયોગ શેમ્પૂ તરીકે કરો. આ વાળને પોષણ આપશે જેનાથી વાળ સુંદર અને ચમકદાર બનશે.
અરીઠાથી કંડીશ્નર કેવી રીતે બનાવવામાં આવે છે ? 
પર્યાવરણમાં ખૂબ જ વધારે પ્રદૂષણ અને ભેજ હોવાને કારણે વાળમાં કંડીશ્નરનો ઉપયોગ કરવો જરૂરી છે. અરીઠાનો ઉપયોગ કરીને તમે ઘરે જ ક્ધડીશનર બનાવી શકો છો. અરીઠાને રાતભર પલાળીને રાખો અને ઉકાળી લો. પેસ્ટને ગાળો અને તેને કંડીશ્નર તરીકે લગાવો. તેનો નિયમિત ઉપયોગ તમારા વાળને ખરતા અટકાવે છે અને વાળને મજબૂત બનાવે છે.
અરીઠાથી હેર માસ્ક કેવી રીતે બનાવવું ?
વાળને જીવંત કરવા માટે હેર માસ્ક લગાવવું ફાયદાકારક રહેશે. પરંતુ તેના માટે તમારે વધુ પૈસા ખર્ચ કરવાની જરૂરત નથી. તમારે બસ અરીઠા પાઉડર, આમળા પાઉડર અને તડકામાં સુકવેલ જાસુદનું ફૂલ અને દહીં મિક્સ કરવાનું રહેશે જો તમારું સ્કેલ્પ ઓઇલી છે તો તે જ મિશ્રણમાં મુલતાની માટી મિક્સ કરી લો. આ બધી સામગ્રીને આખી રાત માટે પલાળી રાખો. સવારે મિશ્રણને ગાળીને વાળમાં લગાવો. એક કલાક બાદ વાળ ધોઇ નાંખો.
Back to top button