ગુજરાતટોપ ન્યૂઝ

અંબાલાલ પટેલે કરી આગાહી, ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

Text To Speech
  • તા.5થી 8 જુલાઈમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે
  • પાટણ જિલ્લામાં ભારે તોફાન સાથે વરસાદ ખાબક્યો હતો
  • 30 જૂનથી 4 જુલાઈ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી છે. આગામી તા.5થી 8 જુલાઈમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે. દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં 26-27 જૂને અતિભારે વરસાદ પડવાની આગાહી છે. 30 જૂનથી 4 જુલાઈ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસને ઝટકો, એક સાથે કોંગ્રેસને 5 નેતા ગુમાવવાનો વારો આવ્યો

તા.5થી 8 જુલાઈમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે

ગુજરાતમાં ત્રાટકેલા બિપરજોય વાવાઝોડાની અસર હેઠળ કચ્છ, સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં જનધનને ઘણી હાનિ થવામાં હતી. અતિભારે વરસાદથી જનજીવને બરબાદીના દૃશ્યો જોયાં ત્યારે હવે નીરનિરંતર ચોમાસા અંગે જોઈએ તો બંગાળના ઉપસાગરમાં ઊભું થતું વરસાદી વહન તા. 23,24,25 જૂનમાં સક્રિય થઈ દક્ષિણ, પૂર્વીય તટ ઉપરથી દેશના મધ્ય ભાગ સુધી આવવાની શક્યતાઓ રહેશે તેમ અંબાલાલ દા. પટેલે જણાવ્યું છે.

30 જૂનથી 4 જુલાઈ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ

તા.23,24,25માં મધ્ય ભારતના ભાગો તેમજ છત્તીસગઢ, મહારાષ્ટ્રના દક્ષિણ ભાગ, વિદર્ભના ભાગો, મુંબઈ- મહારાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદની સંભાવનાઓ રહેશે. તા.26,27માં દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં કોઈ કોઈ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહે છે. તા. 30 જૂનથી જુલાઈ તા.04માં ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં વરસાદની શક્યતાઓ રહે. જુલાઈ તા. 5થી 8માં પણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે.

પાટણ જિલ્લામાં ભારે તોફાન સાથે વરસાદ ખાબક્યો હતો

ઉલ્લેખનીય છે કે, બિપરજોય વાવાઝોડાની અસર પ્રથમ સૌરાષ્ટ્રમાં અને ત્યારબાદ કચ્છમાં જોવા મળી હતી. સૌરાષ્ટ્ર અને કચ્છને ઘરમોળ્યાં બાદ વિદાય લેતા સમગ્ર ઉત્તર ગુજરાતને ભારે પવન અને ધોધમાર વરસાદથી ઘમરોળ્યું. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ભારે તોફાન સાથે વરસાદ ખાબક્યો હતો. વિતેલા 24 કલાકમાં રાજ્યનાં કુલ 200 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં દેવભુમિ દ્વારકા, જામનગર, મોરબી અને રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

Back to top button