ફૂડલાઈફસ્ટાઈલહેલ્થ
વરસાદી ઋતુમાં ખાવા-પિવાની આ સાત વસ્તુઓથી રાખજો અંતર, બાકી આવશે મોટું સંકટ
ઉનાળાના અંત થયા પછી ચોમાસું શરુ થાય છે. લોકોને હંમેશા આ ઋતુ ખુબ ગમે છે. પરંતુ શું તમે જાણો છો? કે આ વરસાદની ઋતુમાં ગંભીર રોગો ફેલાવાનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે. હવામાન બદલાતા જ લોકો વાયરલ, શરદી અને ફ્લૂ જેવા રોગોથી ગ્રસ્ત થવા લાગે છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિએ તેમના ખાવા પીવા ઉપર વધુ ધ્યાન આપવાની જરૂર છે.
પાંદડાવાળા શાકભાજી ખાવાનું ટાળો, તેની વચ્ચે જીવાત જલ્દી વિકસે છે…
વરસાદની ઋતુમાં પાલક, મેથી, બથુઆ, રીંગણા, કોબી અને ફુલાવર જેવા શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ. જો આપણે આની પાછળ છુપાયેલા વૈજ્ઞાનિક કારણ જાણીએ, તો વરસાદની ઋતુમાં જીવાતની ફળદ્રુપતા વધી જાય છે. પાંદડાવાળા શાકભાજીઓની વચ્ચે જીવાત ઝડપથી વિકસે છે. તેનું સેવન કરવાથી પેટ ખરાબ થઈ શકે છે, તેથી આ ઋતુમાં આ શાકભાજીથી દુર રહો તે જ તમારા માટે સારૂ છે.
આ સિઝનમાં માછલી ખાવાથી ફૂડ પોઇઝનિંગનું જોખમ વધી શકે
ચોમાસુએ માછલી અથવા અન્ય દરિયાઇ જીવો માટે સંવર્ધનનો સમય હોય છે. આ કારણ છે કે આ સિઝનમાં માછલી ખાવાથી ફૂડ પોઇઝનિંગનું જોખમ વધી શકે છે. આ ઉપરાંત વરસાદની ઋતુમાં પાણીના પ્રદૂષણને કારણે માછલીઓ ઉપર ગંદકી જમા થઈ જાય છે. આવી સ્થિતિમાં આ માછલીઓનું સેવન કરવાથી આરોગ્યને નુકસાન થાય છે.વરસાદની ઋતુમાં મશરૂમના સેવનથી પણ દુર રહેવું જોઇએ, કારણ કે તે ખાવાથી ચેપનું જોખમ રહે છે.
તળેલું-શેકેલું ખાવાથી પિત્ત વધે, કોઈપણ કાચી વસ્તુ ખાવાનું પણ કરો અવોઈડ
ચોમાસાની સિઝનમાં તળેલો-શેકેલો ખોરાક શરીરમાં પ્રવેશ કરવાથી પિત્ત વધે છે. તેનાથી બચવા માટે તળેલો-શેકેલો ખોરાક ખાવાનું ટાળો. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, સલાડ જે આરોગ્ય માટે ફાયદાકારક કહેવાય છે, તે પણ આ ઋતુમાં ન ખાવા જોઈએ. ખરેખર, સલાડ જ નહીં વરસાદની ઋતુમાં કોઈપણ કાચી વસ્તુ ખાવાનું ટાળો. તેમજ કાપીને રાખવામાં આવેલા ફળો અને શાકભાજીનું પણ સેવન ન કરો. કારણ કે તેમાં પણ કૃમિઓ થવાનું જોખમ રહેલું છે. વરસાદની ઋતુમાં આપણી પાચન શક્તિ ખૂબ નબળી પડી જાય છે, તેથી વધુ ભારે ખોરાકને પચાવવો મુશ્કેલ બને છે. આવી સ્થિતિમાં આ ઋતુમાં નોન-વેજ ખાવાનું ટાળો.
મહત્વનું છે કે, આ ઋતુમાં લોકોને ચટપટુ અને મસાલેદાર ખાવાનો શોખ વધી જાય છે. લોકો સ્વાદને સંતોષવા માટે રસ્તાની સાઈડ ઉપર મળતા ચાટ ખાવાનું શરૂ કરી દે છે. ડોકટરોના જણાવ્યા મુજબ વરસાદની ઋતુમાં ક્યારે પણ ખુલ્લામાં રાખેલા ફળ અથવા અન્ય કોઈ ખાદ્ય ચીજો તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.