ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસા તાલુકાનું સૌથી મોટું ઝેરડાનું 70 એકરમાં ફેલાયેલું ગુલાબસાગર તળાવ ભરાયું

Text To Speech
  • જળસંચય અભિયાન અંતર્ગત ઊંડા કરાયેલા તળાવો એક જ વરસાદમાં ભરાઈ ગયા

પાલનપુર : સમગ્ર રાજ્યમાં સૌથી વધુ સક્રિય રીતે જળ અભિયાન બનાસકાંઠાના ડીસા ખાતે ચાલી રહ્યું છે. જેમાં જળ અભિયાન અંતર્ગત ડીસા તાલુકાનું સૌથી મોટું ઝેરડા ગામે આવેલું 70 એકર જમીનમાં ફેલાયેલું ગુલાબ સાગર તળાવ સહિત અનેક તળાવો એકજ વરસાદમાં ભરાઈ જતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.

 

રાજ્ય સરકાર દ્વારા જળ અભિયાન અંતર્ગત તળાવો ઊંડા કરવાની કામગીરી ચાલી હતી જેમાં ડીસા તાલુકાના ઝેરડા ગામે આવેલા ગુલાબસાગર તળાવમાંથી ચાલુ વર્ષે સુજલામ સુફલામ અંતર્ગત પ્રથમ વખત 50000 થી વધુ મેટ્રિક ટન માટી ખોદવામાં આવી હતી. આ તળાવ ૭૦ એકર માં ફેલાયેલું હોય ડીસા તાલુકાનું સૌથી વિશાળ તળાવ છે.

ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીની દેખરેખ હેઠળ જળ અભિયાન અંતર્ગત આ તળાવ ઊંડું કરાયા બાદ પ્રથમ વરસાદમાં જ સંપૂર્ણ તળાવ ભરાઈ જતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. આ ઉપરાંત જળ સંચય અભિયાન અંતર્ગત ઊંડા કરાયેલા થેરવાડા, બાઈવાડા, જાવલ વિઠોદર ,ઝેરડા, કુચાવાડા, ગુગળ,શેરપુરા, ઘાડા, ધાનપુરા અને તાલેગઢ ગામોના તળાવ પણ સંપૂર્ણ રીતે ભરાઈ જતા સમગ્ર ખેડૂત આલમ માં ખુશીની લહેર છવાઈ જવા પામી છે. ગામોના તળાવ ઊંડા થતાં પાણીના તળ ખુબ જ ઊંચા આવશે અને ખેડૂતોને આર્થિક રીતે પણ ઘણો ફાયદો થશે.

તળાવોમાં પાણી ભરાતા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, વેર હાઉસિંગ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, બનાસ ડેરીના ડિરેક્ટર રામજીભાઈ દેસાઈ, જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમરત દવે સહિત આગેવાનોએ ગામલોકો સાથે નવા નીર ના વધામણા કર્યા હતા.

આ પણ વાંચો : બનાસકાંઠા: ડીસાના સમૌ નાના ગામની દૂધ મંડળી તબાહ 

Back to top button