ગુજરાતટોપ ન્યૂઝબિઝનેસ

તમને એટીએમમાંથી રૂપિયા ઉપડતા ન આવડે અને કોઈ મદદ કરવાનું પુછે તો પાડી દેજો ના, નહીંતર થશે આવું…

Text To Speech
શું તમે એટીએમનો ઉપયોગ કરતા નથી ? શું તમને તેનો યોગ્ય વપરાશ કરવાની ખબર પડતી નથી ? શું તમે જ્યારે એટીએમમાં જાવ છો ત્યારે તેનો ઉપયોગ કરવામાં ગભરાઈ જાવ છો ? જો હા અને ત્યારે જ કોઈ અજાણ્યો આવીને તમને મદદ કરવાનું પુછે તો તેને તુરંત જ ના પાડી ત્યાંથી નીકળી જજો કારણે કે નહીંતર તમે તેની છેતરપિંડીનો ભોગ બની જશો. જૂનાગઢમાં બસ સ્ટેન્ડ નજીક આવેલા એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલા વેપારી ટ્રાન્જેક્શન કરી રહ્યા હતા, ત્યારે સ્ક્રીન ઉપર અંગ્રેજીમાં મેસેજ આવતા અજાણ્યા યુવાનએ લાવો તમને પૈસા ઉપાડી દઉં તેમ કહી છેતરપિંડી કરી હતી. યુવકે વેપારીને વિશ્વાસમાં લઇ પૈસા ઉપાડી એટીએમ કાર્ડ બદલાવી વેપારીના ખાતામાંથી રૂ.30 હજારની રકમ ઉપાડી લઈ છેતરપીંડી આચરી હતી. આ અંગે વેપારીએ ફરીયાદ કરાતા બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
મદદ કરવાના બહાને વેપારીનું ઓરીજીનલ કાર્ડ લઈ લીધું, ડુપ્લીકેટ આપી દીધું
પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં ઢાલ રોડ પર સમોસાની દુકાન ધરાવતા વેપારી મહમદ અશરફભાઈ શેખ ગઈકાલે સાંજના સમયે બાદ બસ સ્ટેન્ડ નજીક આવેલા એસબીઆઈ બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા. ત્યારે એટીએમમાં પૈસા ઉપાડવા માટે ટ્રાન્જેક્શન કરી રહ્યા હતા ત્યારેયે સ્ક્રીન ઉપર અંગ્રેજીમાં મેસેજ આવેલો અને પૈસા ઉપડતા ન હતા. ત્યારે ત્યાં પાછળ ઉભેલા એક અજાણ્યા યુવાને કહેલું કે હું તમારી મદદ કરું તમને પૈસા ઉપાડી દઈશ. જેથી મહમદભાઈએ ‘આમા ફ્રોડ બહુ થાય છે, કોઈ ફ્રોડ કરતા નહીં’ તેમ કહેતા અજાણ્યા યુવાનએ હિન્દીમાં કહેલું કે તમે મારા પર વિશ્વાસ રાખો કઈ નહીં થાય. મહમદભાઈએ વિશ્વાસ કરી એટીએમ કાર્ડ અજાણ્યા યુવાનને આપતા તેણે ચાર હજાર ઉપાડી આપ્યા હતા. જેથી મહમદભાઈ પૈસા ગણતા હતા એ દરમિયાન યુવાને કાર્ડ બદલાવી લીધુ હતુ.
વેપારીના ખાતામાંથી ત્રણ ટ્રાન્જેક્શનથી રૂ.32 હજાર ઉપડી ગયા
વેપારીએ રૂપિયા ગણી લીધા પછી ત્યાંથી નીકળી ગયા હતા દરમ્યાન પછી થોડા સમયમાં મહમદભાઈના ખાતામાં ત્રણ ટ્રાન્જેક્શન થયા હતા. જેમાં અનુક્રમે રૂ.12 હજાર 995, રૂ. 13 હજાર 710 અને 6 હજાર મળી કુલ 32 હજાર જેવી રકમ ઉપડી ગઈ હતી. જેને લઈ મહમદભાઈ બેંકમાં ગયા ત્યારે ત્યાં તેમનું એટીએમ કાર્ડ બદલાઈ ગયાનું અને તેના થકી રકમ ઉપડી હોવાની ખબર પડી હતી. જેથી આ અંગે મહમદભાઈ શેખે છેતરપિંડી અંગે ફરીયાદ કરતા બી ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી એટીએમના સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે.
Back to top button