ટ્રેન્ડિંગવર્લ્ડ

મળો પાકિસ્તાનની પહેલી ટ્રાંસજેન્ડર ન્યૂઝ એંકરને, જાણો Marvia Malikની સંઘર્ષભરી કહાની

શું તમે આ સુંદર ચહેરાને ઓળખો છો? આ છે પાકિસ્તાનની મારવિયા મલિક, જે પાકિસ્તાનની પ્રથમ ટ્રાન્સજેન્ડર ન્યૂઝરીડર અને મીડિયા ફિગર છે. તેમની તસવીરો સોશિયલ મીડિયા પર પ્રકાશિત કરવામાં આવી છે. ચાલો તેમને જાણીએ આ હસ્તી વિશે. જેનાથી ઘણા લોકોને પ્રેરણા મળશે. ટ્રાંસજેન્ડર ન્યૂઝ એંકર માર્વિયા મલિક મૂળ લાહૌરની રહેવાસી છે. પરંતુ હાલ તે ઈસ્લામાબાદ અને મુલ્તાનમાં રહેવા લાગી છે.

marviamalik-hdnews

પાકિસ્તાન ફૈશન ડિઝાઈન કાઉંસિલ દ્વારા વાર્ષિક આયોજન થનારા એક ફેશન શોમાં પહેલી ટ્રાંસજેન્ડર મોડલ બન્યાના થોડા દિવસ બાદ તેને પાકિસ્તાનના કોહીનૂર ટીવી પર પોતાની ન્યૂઝ એંકર તરીકેની શરુઆત કરી હતી. ત્યાર બાદ તેમને સતત પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો, પણ અમુક લોકો તેનો વિરોધ કરવા લાગ્યા છે.

marviamalik-hdnews

માર્વિયા મલિકે એક મીડિયા આઉટલેટને આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાની જિંદગી સાથે જોડાયેલ કહાની શેર કરી હતી. તે કહે છે કે, મને ફેશન ઉદ્યોગ સાથે જોડાયેલ લોકો પાસેથી ખૂબ પ્રેરણા મળી, મેં કૈટવોક મોડલિંગ કર્યું હતું અને તે ખૂબ જ શાનદાર હતું.

marviamalik-hdnews

પાકિસ્તાનની પ્રથમ ટ્રાંસજેન્ડર ન્યૂઝ એંકર માર્વિયા મલિક પર ફ્રેબ્રુઆરી 2018માં હુમલો થયો હતો. તેના ઘરની બહાર અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. જો કે, આ હુમલામાં તેની મામૂલી ઈજા થઈ હતી. બંદુકધારી લોકોએ 26 વર્ષિય મલિક પર ત્યારે ગોળીઓ ચલાવી જ્યારે તે પાકિસ્તાનના લાહૌરમાં એક ફાર્મેસીમાંથી ઘરે પરત ફરી રહી હતી. મલિકે પોલીસને જણાવ્યું હતું કે, તેને પાકિસ્તાનમાં ટ્રાંસજેન્ડર સમુદાય માટે અવાજ ઉઠાવવા બદલ થોડા સમયથી ધમકીઓ મળી રહી છે.

marviamalik-hdnews

ટ્રાંસજેન્ડર ન્યૂઝ એંકર માર્વિયા મલિકે કહ્યું હતું કે, તેને જીવનું જોખમ રહેતા લાહૌર છોડી દીધું. ઈસ્લામાબાદ અને મુલ્તાનમાં રહેવા લાગી છે. પાકિસ્તાની મીડિયા આઉટલેટ ધ ડોનનાં જણાવ્યા મુજબ કે, તે થોડા દિવસ પહેલા જ લાહૌરમાંથી એક સર્જરી કરાવીને પરત ફરી હતી. માર્વિયા મલિકે પોતાના પરિવાર દ્વારા તરછોડી દીધા બાદ 2018માં પાકિસ્તાનની પ્રથમ ટ્રાંસજેન્ડર ન્યૂઝ એંકર બનનારી વ્યક્તિ બનીને ઈતિહાસ બનાવી દીધો હતો.

marviamalik-hdnews

તેણે કહ્યું હતું કે, ધોરણ 10 દરમિયાન મને ઘરમાંથી બહાર કાઢી મુકી હતી, જે બાદ મેં એક બ્યૂટી સૈલૂન જોઈન કર્યું, એટલું જ નહીં નોકરી કરતા કોલેજ પુરી કરી. મારી કહાની રસ્તા પર રખડતા કિન્નરોથી અલગ નથી, જે ભીખ માગે છે. તેણે કહ્યું કે, તે પોતાના સમુદાય સહિત તમામ માટે એક ઉદાહરણ છે.

આ પણ વાંચો: પાકિસ્તાન પાસે ખાવાના પણ ના રહ્યાં, પાડોશી દેશોનો સહારે દેશ

 

Back to top button