ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસર, જાણો કયા કેટલો ખાબક્યો વરસાદ

  • 33 તાલુકાઓમાં કુલ 8થી 16 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો
  • નખત્રાણામાં 10.08, કેશોદમાં 10.04 અને માળીયામાં 10 ઈંચ વરસાદ
  • રાજ્યમાં 251માંથી માત્ર ત્રણ તાલુકા જ વરસાદ વિનાના

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા બિપોરજોયની ગુજરાતમાં કુલ 6 દિવસ સુધીની અસર જોવા મળી છે. આ 6 દિવસની અસરમાં ગુરૂ અને શુક્રવાર એમ બે દિવસ વધુ ભયાનક રહ્યાં હતા. બુધવારથી શનિવાર સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને પછી ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની તોફાની બેટિંગ રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વાવાઝોડાની વિદાય બાદ આ મંદિરના દ્વાર ખૂલતા ભક્તોનો ધસારો

નખત્રાણામાં 10.08, કેશોદમાં 10.04 અને માળીયામાં 10 ઈંચ વરસાદ

બિપોરજોયની અસરથી રાજ્યનાં 251 તાલુકામાંથી માત્ર ત્રણ તાલુકા અમદાવાદનો ધોલેરા, ભરૂચના હાંસોટ અને તાપીના કંકરમુંડામાં ટીપુએ વરસાદ વરસ્યો નથી, આ સિવાયના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતનાં 33 તાલુકાઓમાં 8થી 16 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ભુજમાં 16.12 ઈંચ, અંજારમાં 15.84, ખંભાળીયામાં 15.68, ગાંધીધામમાં 14.44, મુંદ્રામાં 14.12, માંડવીમાં 13.84, દ્વારકામાં 12.64, મેંદરદામાં 12.08, ભચાઉમાં 11.32, વેરાવળમાં 10.60, જામનગરમાં 10.44, રાધનપુરમાં 10.24, નખત્રાણામાં 10.08, કેશોદમાં 10.04 અને માળીયામાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે.

જુનાગઢ, પોરબંદર, અમરેલી, કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો

અરબી સમુદ્રમાં ગત 6 જૂનના રોજ પોરબંદરથી 1,160 કિ.મી. દુરના અંતરે સર્જાયેલ વાવાઝોડા ‘બિપોરજોય’ની ગુજરાતમાં ગત સોમવારથી અસર શરૂ થઈ હતી. ગત સોમવારે પોરબંદરથી 600 કિ.મી. દુરના અંતરે પહોચતાં જ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ શરૂ થઈ ગયો હતો. સોમવારના રોજ 16 તાલુકામાં હળવો વરસાદી માહોલ રહ્યો હતો. બીજા દિવસે મંગળવાથી ધોધમાર વરસાદનો પ્રારંભ થયો હતો. મંગળવારે 95 તાલુકામાં જેમાં સૌથી વધુ દેવભુમિ દ્વારકા જિલ્લાના તાલુકાઓમાં 5 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. એ સિવાય રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર, અમરેલી, કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો હતો.

બુધવારના રોજ 115 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો

બીજા દિવસે બુધવારના રોજ 115 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ જુનાગઢમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ સિવાય કચ્છ, અમરેલી, દેવભુમિ દ્વારકા, રાજકોટ, જામનગર, ગીર સોમનાથ, ભાવનગર, મોરબી સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ રહ્યો હતો. ગુરૂવારના રોજ રાજ્યનાં કુલ 171 તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો જેમાં સૌથી વધુ કચ્છ, દેવભુમિ દ્વારકા, જામનગર અને બનાસકાંઠામાં 3થી 8 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. ગુરૂવાર સવારના 6 વાગ્યાથી શુક્રવાર સવારના 6 વાગ્યા સુધીમાં કુલ 70થી વધુ તાલુકાઓમાં અડધાથી 8 ઈંચ વરસાદ વરસ્યો હતો. ગાંધીધામમાં 8 ઈંચ, ભુજમાં 6, અંજાર અને મુદ્રામાં 5-5, ખંભાળીયામાં 4, જામનજોધપુરમાં 3.64 ઈંચ વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના વાવ, દ્વારકા અને કલ્યાણપુરમાં 3થી સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. શુક્રવારના રોજ રાજ્યનાં કુલ 200 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો.

Back to top button