નેશનલમનોરંજન

આદિપુરુષ ફિલ્મ ઉપર લાગી શકે છે પ્રતિબંધ : છત્તીસગઢના CM ભૂપેશ બધેલે આપ્યા સંકેત

  • ફિલ્મમાં ભગવાન રામ અને ભગવાન હનુમાનની છબીને કલંકિત કરવાનો પ્રયાસનો આરોપ
  • આદિપુરુષના બજરંગ બલી તરફથી બજરંગ દળની ભાષા બોલાવવામાં આવતી હોવાનો કટાક્ષ
  • દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ફિલ્મના કેટલાક ભાગોને હટાવવાની માંગ

આદિપુરુષ ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થઈ છે, પરંતુ તેની સાથે વિવાદોનો ડબ્બો પણ લઈને આવી છે. આરોપ છે કે ફિલ્મ મર્યાદા પુરુષોત્તમ રામ અને રામાયણની મૂળ ભાવનાની મજાક ઉડાવે છે. દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરીને ફિલ્મના કેટલાક ભાગોને હટાવવાની માંગ કરવામાં આવી છે. આ બધાની વચ્ચે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રાજ્યમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાના સંકેત આપ્યા છે. આ સાથે તેમણે આરોપ લગાવ્યો કે આદિપુરુષના બજરંગ બલી તરફથી બજરંગ દળની ભાષા બોલાવવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે શનિવારે આરોપ લગાવ્યો હતો કે ફિલ્મ ‘આદિપુરુષ’માં ભગવાન રામ અને ભગવાન હનુમાનની છબીને કલંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે જો લોકો માંગ કરશે તો કોંગ્રેસ સરકાર રાજ્યમાં તેના પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી શકે છે. તેણે આરોપ લગાવ્યો કે ફિલ્મના સંવાદો વાંધાજનક અને અભદ્ર છે.

‘છબી બદલવાનો પ્રયાસ’

સમાચાર એજન્સી અનુસાર, જ્યારે પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે શું રાજ્ય સરકાર ફિલ્મ પર પ્રતિબંધ મૂકશે ? તો બઘેલે કહ્યું, “જો લોકો આ દિશામાં માંગ ઉઠાવશે, તો સરકાર તેના વિશે વિચારશે. અમે અત્યારસુધી જોયું છે કે ભગવાન રામ અને ભગવાન હનુમાનના કોમળ ચહેરાઓ ભક્તિમાં તરબોળ હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ છબી બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે.

‘રામ અને હનુમાનને ગુસ્સાવાળા તરીકે દર્શાવવામાં આવ્યા’

બઘેલે કહ્યું કે હનુમાનને બાળપણથી જ જ્ઞાન, શક્તિ અને ભક્તિના પ્રતીક તરીકે રજૂ કરવામાં આવ્યા છે, પરંતુ આ ફિલ્મમાં ભગવાન રામને ‘યુદ્ધક’ (યોદ્ધા) તરીકે દર્શાવવામાં આવ્યા છે. રામ અને હનુમાનને ગુસ્સાવાળા તરીકે દર્શાવવામાં આવ્યા છે. ન તો આપણા વડવાઓએ ભગવાન હનુમાનની આવી મૂર્તિની કલ્પના કરી હતી અને ન તો આપણો સમાજ તેને સ્વીકારે છે.

‘ફિલ્મમાં સંવાદ અને ભાષા અભદ્ર’

તેણે કહ્યું કે, “આ ફિલ્મમાં સંવાદ અને ભાષા અભદ્ર છે. તુલસીદાસની રામાયણમાં ભગવાન રામને ‘મર્યાદા પુરુષોત્તમ’ તરીકે દર્શાવવામાં આવ્યા હતા અને દરબારી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ‘આદિપુરુષ’માં પાત્રોના સંવાદો ખૂબ જ નીચા સ્તરના છે. જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા, ત્યારે તેમણે રામાનંદ સાગરને મહાકાવ્ય ધારાવાહિક રામાયણ બનાવવાનું સૂચન કર્યું હતું, જે ખૂબ જ લોકપ્રિય બની હતી. ‘આદિપુરુષ’ના બહાને ભગવાન રામ અને હનુમાનની તસવીરો વિકૃત કરવામાં આવી હતી અને પાત્રોના મોઢામાં અશ્લીલ શબ્દો નાખવામાં આવ્યા હતા. યુવા પેઢી આમાંથી શું શીખશે?”

ભાજપના નેતાઓ કેમ બોલતા નથી ?

સીએમનો આરોપ છે કે આ ફિલ્મમાં ભગવાન બજરંગ બલીને બજરંગ દળની ભાષામાં બોલાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું, “તેમને ધર્મના રક્ષક ગણાવતા રાજકીય પક્ષોના લોકો આ ફિલ્મ પર કેમ ચૂપ છે? ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘ધ કેરળ સ્ટોરી’ પર નિવેદન આપનારા ભાજપના નેતાઓ ‘આદિપુરુષ’ પર કેમ ચૂપ છે? શા માટે કંઈ બોલતા નથી ?

Back to top button