GPSCની મોકૂફ પરીક્ષા હવે જૂનની આ તારીખે યોજાશે
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં બિપરજોય વાવાઝોડાના લીધે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.જેમાં ખાસ કરીને કચ્છ, દ્વારકા સહિત સૌરાષ્ટ્રના ભાગો અને રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ ખાબક્યો હતો.જાણકારી મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ નોંધાયો છે.જેના કારણે ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા 19 જૂનના રોજ રાખવામાં આવી હતી.ગુજરાતમાં ભારે વરસાદ અને બિપોરજોય વાવાઝોડાના કારણે GPSCની પરીક્ષા 19 જૂનની મોકૂફ રાખવામાં આવેલી મદદનીશ વન સંરક્ષક વર્ગ- 2ની મુખ્ય (લેખિત) પરીક્ષા હવે 23 જૂન અને 24 જૂને યોજાશે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં ગ્રુપ A અને B અને અન્ય પોસ્ટ્સ પર કામ કરવા માંગતા ઉમેદવારો માટે દર વર્ષે એકવાર GPSCની પરીક્ષા લેવામાં આવે છે.GPSC પસંદગી પ્રક્રિયામાં ત્રણ તબક્કા હોય છે જેમાં પ્રારંભિક, મુખ્ય અને ઇન્ટરવ્યુ પ્રક્રિયાનો સમાવેશ થાય છે. જેઓ તમામ તબક્કામાં લાયકાત મેળવે છે તેઓને ગુજરાત રાજ્યમાં વિવિધ વહીવટી સેવાઓમાં ભરતી કરવામાં આવે છે .
IMPORTANT NOTICE REGARDING NEW DATE OF PAPER-1 & PAPER-2 OF MAINS WRITTEN EXAMINATION OF ADVT NO : 12/2022-23,ASSISTANT CONSERVATOR OF FOREST, CLASS-2https://t.co/Qrv0EZdqh5
— GPSC (@GPSC_OFFICIAL) June 16, 2023
23 જુને બપોરે ૩થી 6 વાગ્યા દરમ્યાન પ્રશ્નપત્ર નંબર-૧ ગુજરાતી ભાષાની, જયારે 24 જૂને પ્રશ્નપત્ર નંબર-2 અંગ્રેજી ભાષાની પરીક્ષા બપોરે ૩થી 6 વાગ્યા દરમ્યાન લેવામાં આવશે.પ્રશ્નપત્ર નંબર ૩, ૪ અને ૫ની પરીક્ષા અગાઉ નિર્ધારિત કર્યા અનુસાર 21 જૂને,2023 અને 23 જૂન,2023ના રોજ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા જે સમયે આયોજિત કરાઈ છે તે જ પ્રમાણે લેવામાં આવશે.
આ પણ વાંચો:GPSC CCE પ્રિલિમ્સનું પરિણામ જાહેર, 3806 ઉમેદવારો મેન્સ માટે ક્વોલિફાય