

- બિલ્ડીંગ ધરાશાઈ થતાં 3 લોકો દટાયા,
- 3 લોકોને બહાર કાઢવામાં આવ્યા, એક વ્યક્તિનું મોત નિપજ્યું
અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ મંદિરની પાછળના ભાગની એક બિલ્ડીંગ ધરીશાઈ થયાના સમાચાર સામે આવ્યા છે. બિલ્ડીંગ જુની હોવાનું જાણવા મળ્યું છે. બિલ્ડીંગ ધરાશાઈ થતાં બિલ્ડીંગમાં 3 લોકો દટાયા છે. ઘટનામાં ફસાયેલા ત્રણેય લોકોને બહાર કાઢાવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ફાયરની નવ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાર બાદ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
શોધ ખોળ કરીને ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, તેમાથી એક વ્યક્તિ બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. ત્રણેયને 108 મારફતે સિવિલ હોસ્પિટલ સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા. જેમા સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. મૃતકનું નામ ધર્મેશ પઢીયાર છે અને તેમની ઉંમર 34 વર્ષની હતી. ત્રણમાંથી એક મહિલા અને બે પુરુષ છે. મહિલાનું નામ નીલાબેન જ્યારે એક એક પુરુષનું નામ રાહુલભાઈ સામે આવ્યું છે.
આ પણ વાંચો: 146મી રથયાત્રા: આ રસ્તાઓ રહેશે બંધ, જાણો વૈકલ્પિક રુટ