- ગુજરાત પોલીસ દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું
શહેરમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા આગામી 20મી જૂને યોજાશે. રથયાત્રાને લઈને જમાલપુર મંદિરે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડવાજા જોડાશે. 2 લાખ ઉપરણાં પ્રસાદમાં અપાશે. 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ બનાવાશે. 3 દિવસ મંદિરમાં ઉત્સવો અને પૂજાવિધિ થશે. 19 જૂને ગજરાજોની પૂજનની વિધિ થશે. આ સમગ્ર રથયાત્રાનો રૂટ ગુજરાત પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
- અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈ તમામ તૈયારી થઈ ચૂકી છે. આ દરમિયાન હવે સુરક્ષાના ભાગરૂપે અમદાવાદના અમુક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ અંગે ગુજરાત પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું 19/6/2023 થી 20/06/2023 સુધી અમલમાં રહેશે.
-
આ રુટ રહેશે બંધ, આ વૈકલ્પિક રુટ જાણી લો:
આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ -33 ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધીન રહીને તા.19/6/2023 ના કલાક 00.00 થી તા. 20/06/2023ના રોજ નીકળનાર રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સીધી કરવાનો રહેશે.#RathYatraAhmedabad #roadsafety #AhmedabadTrafficPolice pic.twitter.com/4nP2q0ODV6
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) June 17, 2023
ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું રિહર્સલ:
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નિકળવાની છે ત્યારે તેની સુરક્ષાને લઈને પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ગુજરાત પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ રિહર્સલમાં અમદાવાદ પોલીસના 15 હજાર જવાન જોડાયા હતા. આ દરમિયાન ડ્રોન અને CCTV કેમેરાનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
#rathyatra2023 pic.twitter.com/22Q07vKNCU
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) June 17, 2023
અમદાવાદ પોલીસ દ્વારા 146મી રથયાત્રાને લઈ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ દરમિયાન અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાને લઈ આજે રથયાત્રાના રુટ ઉપર રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ રિહર્સલમાં ગુજરાત પોલીસના 15 હજાર જવાનો જોડાયા હતા.
આ પણ વાંચો: રથયાત્રા 2023: કોમી રમખાણો હોય કે કોરોના મહામારી, શ્રદ્ધા રહી અડગ