બનાસકાંઠા: ડીસામાં વાવાઝોડા, ભારે વરસાદ અને તોફાની પવનના કારણે નુકસાન
પાલનપુર: છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ગુજરાતને ઘમરોળી રહેલા બીપરજોય વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. ત્યારે ડીસા સહિતના વિસ્તારોમાં બે દિવસથી તોફાની પવન અને ભારે વરસાદના કારણે મોટું નુકસાન થવા પામ્યું છે.
વરસાદ અને વાવાઝોડાને લઈ તંત્ર દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરાયો
વહીવટી તંત્ર દ્વારા તાકીદના પગલાં લેવા માટે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે જેની આજે ડીસાના ધારાસભ્ય મુલાકાત લઈ લોકોને ઈમરજન્સી સેવાઓ મળી રહે તે માટે સૂચનાઓ આપી હતી.
રેજીમેન્ટ રોડ જળબંબાકાર
બિપર જોય વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. છેલ્લા બે દિવસથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પૂર ઝડપે પવન અને ભારે વરસાદના કારણે હજારો વૃક્ષો પડી ગયા છે. વીજળીના પોલ ધરાશયી થતા અનેક ગામમાં અંધારપટ છવાયો છે. તેમજ અનેક ઘરો ના છાપરા, શેડ ના પતરાઓ ઉડી ગયા છે. આમ વાવાઝોડાએ ખૂબ જ મોટું નુકસાન સર્જીયુ છે ત્યારે ડીસામાં વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરાયો છે.
બનાસકાંઠા : ડીસામાં વાવાઝોડાના કારણે ભારે વરસાદ અને તોફાની પવનના કારણે નુકસાન#biporjoycyclonenews #biporjoycyclone #CycloneBiparjoyUpdate #Gujaratcyclone #deesa #Banaskantha #monsoonalert #wind #biporjoyeffect #CycloneAlert #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/mlrfJqmkYu
— Hum Dekhenge News (@humdekhengenews) June 17, 2023
ધારાસભ્યએ કંટ્રોલરૂમની મુલાકાત લીધી
ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ આજે કંટ્રોલરૂમની મુલાકાત લઈ અધિકારીઓ કર્મચારીઓ સાથે ચર્ચા કરી આવેલી આફતને પહોંચી વળવા તેમજ લોકોને ઈમરજન્સી સેવાઓ મળી રહે અને કોઈ જાતની મુશ્કેલી ન પડે તે માટે સૂચનાઓ આપી પોતે પણ જાત દેખરેખ રાખી રહ્યા છે. કંટ્રોલરૂમમાં મેસેજ મળતા વીજ કંપનીની ટીમો, માર્ગ અને મકાન વિભાગની ટીમો,વન વિભાગની ટીમ તેમજ આરોગ્યની ટીમો દ્વારા તાત્કાલિક અસરગ્રસ્ત સ્થળે પહોંચી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
આ પણ વાંચો :