નેશનલ

વિનેશ ફોગાટે લખ્યું, “સાંભળો દ્રૌપદી! હથિયાર ઉપાડી લો’

Text To Speech

નવી દિલ્હી: રેસલર વિનેશ ફોગાટે ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ પુષ્યમિત્ર ઉપાધ્યાયની કવિતા શેર કરીને ન્યાયની માંગ કરી છે.

15 જૂને જ દિલ્હી પોલીસે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. મહિલા રેસલર્સે તેના પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. સાથે જ તેમણે આ આરોપોને નકારી કાઢ્યા છે.

વિનેશ ફોગાટે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કવિતા શેર કરતાં લખ્યું-

सुनो द्राैपदी ! शस्त्र उठा लो

अब गोविंद ना आएंगे…

छोड़ो मेहंदी खड्ग संभालो

खुद ही अपना चीर बचा लो

द्यूत बिछाए बैठे शकुनि

मस्तक सब बिक जाएंगे

सुनो द्राैपदी ! शस्त्र उठा लो

अब गोविंद ना आएंगे

तुम कब तक आस लगाओगी

तुम, बिक़े हुए अखबारों से कैसी रक्षा मांग रही हो

दुःशासन दरबारों से स्वयं जो लज्जाहीन पड़े हैं

वे क्या लाज बचाएंगे

सुनो द्राैपदी ! शस्त्र उठा लो

अब गोविंद ना आएंगे

कल तक केवल अंधा राजा

अब गूंगा-बहरा भी है

होंठ सिल दिए हैं जनता के

कानों पर पहरा भी है

तुम ही कहो ये अश्रु तुम्हारे

किसको क्या समझाएंगे?

सुनो द्राैपदी ! शस्त्र उठा लो

अब गोविंद ना आएंगे

– पुष्यमित्र उपाध्याय

15 જૂને દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાં બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ POCSO એક્ટનો કેસ રદ કરવાની ભલામણ પણ કરી છે.

પોલીસના સ્ટેટસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોક્સો કેસમાં બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ તપાસમાં કોઈ પુરાવા મળ્યા નથી.

બીજી તરફ જાતીય સતામણીના બીજા કેસમાં રૂઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટમાં તેમની સામે ત્રણ કલમો હેઠળ આરોપો ઘડવામાં આવ્યા છે.

છેલ્લા ઘણા અઠવાડિયા સુધી સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા જેવા જાણીતા કુસ્તીબાજોએ દિલ્હીના જંતર-મંતર પર બીજેપી સાંસદ અને રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો- મણિપુર હિંસા: ઈમ્ફાલમાં સુરક્ષા દળો અને ટોળા વચ્ચે અથડામણ; ભાજપના નેતાઓના ઘર સળગાવવાનો પ્રયાસ

Back to top button