ઉત્તર ગુજરાતમાં આજે અતિભારે વરસાદની આગાહી, બનાસકાંઠામાં રેડ એલર્ટ
બિપરજોય વાવાઝોડાના પગલે રાજ્યભરમાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. વાવાઝોડાએ કચ્છ- સૌરાષ્ટમાં ભારે તારાજી સર્જી છે. તેમજ રાજ્યના અનેક વિસ્તારોમાં પણ વુક્ષો અને મકાની ધરાશાયી થવા જેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વાવાઝોડા બાદ રાજ્યમા અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામા આવી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. તેમજ વરસાદની આગાહી સાથે ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ પણ આપવામા આવ્યું છે.
ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
બિપરજોય વાવાઝોડાની અસરને પગલે હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે ગઈ કાલથી વરસાદે ઉત્તર ગુજરાતને ઘમરોળ્યું છે. ગઈ કાલથી ઉત્તર ગુજરાતના વિવિઘધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વાવાઝોડાની અસરને પગલે આજે ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાવમા આવી છે જેમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ 41 થી 61 કિમી રહી શકે છે.
મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા કરવામા આવેલી આગાહી મુજબ વાવાઝોડાની અસરને પગલે હજુ ગુજરાત પર બે દિવસ ભારે છે. વાવાઝોડા બાદ હવે રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી કરવામા આવી છે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગ દ્વારા આજના દિવસ દરમિયાન મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ,ખેડા,ભરૂચ,વડોદરા તેમજ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર,નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ કચ્છ, પાટણ, બનાસકાંઠામા અતિભારે વરસાદની આગાહી છે.
આ વિસ્તારમા ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા કચ્છ,અરવલ્લી, સુરેન્દ્રનગર,ગાંધીનગર, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બનાસકાંઠામાં ભારે તારાજી
બિપોરજોય વાવાઝોડાથી બનાસકાંઠામાં ભારે તારાજી સર્જાઈ છે. ગઈકાલથી બનાસકાંઠામાં પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.
આ પણ વાંચો : બનાસકાંઠા: સુઈગામ, વાવ, થરાદ, ઘાનેરા, પાલનપુર જેવા અનેક વિસ્તારોમાં જળબંબાકાર