વર્લ્ડ
કબરમાંથી મળેલી 3000 વર્ષ જૂની તલવાર ચમકી રહી છે; જાણો શું છે ખાસ
જર્મનીમાં પુરાતત્વવિદોને એક પ્રાચીન કબરમાંથી 3,000 વર્ષ જૂની તલવાર મળી છે, જે ખૂબ જ સારી સ્થિતિમાં છે.
આ તલવાર દક્ષિણના શહેર નોર્ડલિંગેનની કબરમાં રાખવામાં આવી હતી. સરકારી એન્ટિક્વિટીઝ પ્રોટેક્શન એજન્સીના અધિકારીઓ કહે છે કે તલવાર ઉત્તમ સ્થિતિમાં છે અને હજુ પણ ચમકે છે.
પુરાતત્વવિદોને કબરમાં તલવાર ઉપરાંત એક પુરુષ, એક સ્ત્રી અને એક છોકરાના માથાના હાડપિંજર સાથે કાંસાની વસ્તુઓ મળી છે.
જો કે, નિષ્ણાતો હજુ સુધી એ જાણી શક્યા નથી કે આ લોકો વચ્ચે શું સંબંધ હતો.
જર્મન પુરાતત્વવિદોનું કહેવું છે કે આ પ્રકારની તલવાર તૈયાર કરવી ખૂબ જ મુશ્કેલ હતી, કારણ કે તલવારને પાછળ સુધી જાડી બનાવવામાં આવી છે.
નિષ્ણાતો કહે છે કે તે સમયે આ તલવાર માત્ર સુશોભનની વસ્તુ રહી હશે નહીં.
આ પણ વાંચો- તમિલનાડુ બીજેપી સેક્રેટરી એસજી સૂર્યાની ધરપકડ; જાણો શું છે આખો મામલો?