બનાસકાંઠા: સુઈગામ, વાવ, થરાદ, ઘાનેરા, પાલનપુર જેવા અનેક વિસ્તારોમાં જળબંબાકાર
- જિલ્લામાં આખી રાત જોરદાર પવન સાથે વરસાદ પડ્યો.
- અનેક વિસ્તારોમાં પાણી ભરાયા.
- પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં 15 જૂનથી હવામાન વિભાગે જિલ્લામાં રેડ એલર્ટ આપી હતી, સાથે સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી, ત્યારે કાલે બપોરે એટલે કે 16 જૂનના બપોરથી ભારે પવન સાથે, ધોધમાર વરસાદ વરસવાનો ચાલુ થયો હતો, ત્યારે બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવતાં અનેક વિસ્તારોમાં ઠીચણ સમા પાણી ભરાયા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ગુરુવારે રાત્રી થી ભારેથી અતિભારે વરસાદ શરૂ થઈ ગયો છે. શુક્રવારે જિલ્લાના પશ્ચિમ વિસ્તાર વાવ, થરાદ, દિયોદર, ભાભર, સુઈગામ તેમજ રાજસ્થાન ને અડીને આવેલા ધાનેરામાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા ના દ્રશ્યો સામે આવ્યા હતા. સમગ્ર રાત્રિ દરમિયાન ભારે તેમજ તેજ પવન ફુકાતો રહ્યો હતો. જેને લઈને અનેક ઠેકાણે અસંખ્ય ઝાડ પડી જવાની તેમજ પતરા ઉડી જવાની ઘટનાઓ બની છે. ક્યાંક કોલ્ડ સ્ટોરેજ ના પત્તરા પણ કાગળ જેમ ઉડ્યા હતા. જ્યારે ડીસામાં પણ રાતભર ભારે પવન સાથે સતત વરસાદ ચાલુ રહ્યો હતો. જેને લઇને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરી ગયા હતા. જિલ્લામાં પશુપાલકોની સંખ્યા વધુ છે ત્યારે ભારે પવન સાથે વરસાદ હજી પણ બંદ ન થતાં પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
ભારે પવન સાથે વરસાદ આવતાં વીજળી ગુલ:
તેજ પવનના કારણે વીજળી પણ ગુલ થઈ જવા પામી હતી, ત્યારે અનેક વિસ્તારોમાં કેટલાય પરીવારોએ રાત અંધારામાં વીતાવી છે. જિલ્લાના થરાદ, વાવ, સુઈગામ વિસ્તારમાં ભારે વરસાદના પગલે અનેક સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. સુઈગામમાં પણ એક પેટ્રોલ પંપ ની છતના પતરા ઉડી ગયા હતા અને છત તૂટી પડી હતું. જેને લઇને પેટ્રોલ પંપ ના માલિકને પણ ભારે નુકસાન થવા પામ્યું છે.
આ પણ વાંચો: વાવાઝોડામાં આવેલો વરસાદ ખેડૂતોને ફળશે, વાવણી વહેલી થઈ શકશે