BREAKING: જૂનાગઢમાં દરગાહના મુદ્દે સેંકડો લોકોએ પોલીસ પર કર્યો પથ્થરમારો
HD ન્યુઝ ડેસ્કઃ જૂનાગઢમાં ગઈકાલે રાત્રે સેંકડો લોકોના ટોળાએ ગેરકાયદે દરગાહને લઈને ભારે હોબાળો મચાવ્યો હતો. ગેરકાયદે બાંધકામ સામે વહીવટીતંત્રની સૂચના બાદ ટોળાએ ઉગ્ર પથ્થરમારો કર્યો હતો અને પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો. હુમલામાં ડેપ્યુટી એસપી, મહિલા પીએસઆઈ અને એક પોલીસકર્મી ઘાયલ થયા હતા.
પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યાઃ રોષે ભરાયેલા ટોળાએ અનેક વાહનો સળગાવી દીધા હતા. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા અને લાઠીચાર્જ કરવો પડ્યો. હાલ આ વિસ્તારમાં ભારે તણાવ છે. મોટી સંખ્યામાં પોલીસ અને રેપિડ એક્શન ફોર્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
जूनागढ़ :
दरगाह के मुद्दे पर भड़के लोगो ने पुलिस पर किया हमला,
पुलिस चौकी पर हमला,
हमले में डिप्टी एसपी घायल,
कई वाहनों में तोड़फ़ोड की,
पुलिस ने गुस्साई भीड़ पर आंसू गैस के गोले दागे,
दरगाह वैध है तो उसके प्रमाण पेश करने की नोटिस दिये जाने के बाद मामला बिगड़ा.… pic.twitter.com/bjnr21WDb9
— Janak Dave (@dave_janak) June 16, 2023
શું છે મામલો?: જૂનાગઢના ઉપરકોટ એક્સટેન્શનમાં આવેલી દરગાહ અંગે વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામની નોટિસ આપવામાં આવી હતી. વિસ્તારના લોકો તેનો વિરોધ કરી રહ્યા હતા. ગુરુવાર અને શુક્રવારની મધ્યરાત્રિમાં આ ગુસ્સો બેકાબૂ બન્યો હતો અને જૂનાગઢમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જે દરગાહને હટાવવાની નોટિસ આપવામાં આવી હતી તે મજેવડી દરવાજાની સામે જ આવેલી છે.
આ પણ વાંચોઃ Breaking news: તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ થયુ જાહેર