ગુજરાત

દસ દિવસના કામ માટે ડીસાનો બનાસ બ્રિજ છ માસ બંધ રહેતા વાહન ચાલકોને હાલાકી પડી

Text To Speech

પાલનપુર: ડીસા શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર બનાસ નદી પર બ્રિજ બનાવવામાં આવેલો છે. જેમાં જૂનો બ્રિજ ક્ષતિગ્રસ્ત થતાં છ માસ પહેલા બંધ કરી દેવામાં આવ્યો હતો. જેનું તાજેતરમાં સમારકામ શરૂ કરીને માત્ર દશેક દિવસમાં સમારકામ પૂરું કરીને બ્રિજને ફરી શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ માત્ર દશેક દિવસના કામકાજ માટે આ બ્રિજને ૬ માસથી બંધ રખાયો હતો. તેના લીધે અસંખ્ય લોકોને જીવ ગુમાવવા પડ્યા, લોકોને કિંમતી સમય પણ ટ્રાફિકના કારણે બગાડવો પડ્યો, લાખ્ખો રૂપિયાના ખર્ચે બનાસ નદીમાં નવો રસ્તો પણ બનાવવાની નોબત આવી જતી. ત્યારે જે રીતે માત્ર દશ દિવસમાં આ બ્રિજનું સમારકામ શક્ય હતું તો નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા ૬ માસ સુધી કોની રાહ જોવામાં આવી રહી હતી. અને ૬ માસ સુધી બ્રિજ બંધ રહેતા થયેલા જાનમાલ અને આર્થિક નુકશાન માટે જવાબદાર કોણ…? તેવા પ્રશ્ર્નો પૂછાઇ રહ્યા છે.

 

અનેક નિર્દોષ લોકોનો મોતને ભેટ્યા છે
આ અંગે રાહદારી સુનિલભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે, બનાસ નદી ઉપરના બ્રીજને સમારકામ માટે દસ દિવસ સુધી જ બંધ કરવાનો હતો. પરંતુ ૬ માસથી વધુ સમય થતાં વાહન ચાલકોને હેરાન થવું પડ્યું હતું. અને ટ્રાફિકનો પ્રશ્ન ઉભો થયો હતો. વળી અનેક નિર્દોષ લોકોને જીવ ગુમાવવા પડયા હતા.

Back to top button