ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: અમીરગઢના ઘાંઘુ અને ખાપામાં સગર્ભા મહિલાઓની વ્હારે આવી 108

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઘાંઘુ અને ખાપા ગામે બિપરજોય વાવાઝોડાની વિનાશકતા વચ્ચે સરકારની 108 ઈમરજન્સી સેવા સગર્ભા મહિલાઓની વ્હારે આવી હતી. 108 ઈમરજન્સી વાન મારફતે સગર્ભા મહિલાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધનપુરા ખાતે શિફ્ટ કરવામાં આવી હતી. જ્યારે ખાપા ગામની સગર્ભા કાંતાબેન રૂંગાભાઇ પરમારને 108 મારફત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા.

ઈમરજન્સી સેવા-humdekhengenews

છેલ્લા બે દિવસથી બિપરજોય વાવાઝોડું સમગ્ર બનાસકાંઠા જિલ્લાને ધમરોળી રહ્યું છે. જેના લીધે જનજીવન પ્રભાવિત થયું છે. અમીરગઢ તાલુકાના ઘાંઘુ ગામે વાવાઝોડાની વિનાશકતા વચ્ચે વેદના, સંવેદના અને વ્યવસ્થાની અનોખી મિશાલ જોવા મળી હતી. ઘાંઘુ ગામની અઠ્યાવિસ વર્ષની સગર્ભા મહિલા ડાભી શકરીબેન અમરાભાઈ ને ગુરુવારે પ્રસુતિની પીડા ઉપડી હતી. વાવાઝોડાને લીધે ગામમાં ખાનગી સાધન મળવું મુશ્કેલ બન્યું હતું.

શકરીબેનની પીડા વધી રહી હતી. ત્યારે સરકારની 108 ઇમરજન્સી સેવા શકરીબેનની વ્હારે આવી હતી. અને તેમને 108 ઇમરજન્સી વાન મારફતે નજીકના ધનપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે શિફ્ટ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમને સમયસર સારવાર મળતાં પ્રસૂતાએ અને તેના પરિવારે રાહતની લાગણી અનુભવી હતી.

Back to top button