ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

કાશ્મીરમાં NIAની કાર્યવાહીથી પાકિસ્તાન નારાજ, જાણો સમગ્ર મામલો

  • NIAની કાશ્મીરમાં મોટી કાર્યવાહી
  • પાકિસ્તાન થયુ ખફા 
  • કાશ્મીરી ઉદ્યોગપતિ ઝહૂર અહેમદ શાહની 17 મિલકતો જપ્ત
  • કેમ પાકિસ્તાન થયુ ભારતથી નારાજ? વાંચો આ સમાચાર

NIAની કાર્યવાહીથી પાકિસ્તાન ખફા થયુ છે. NIAએ કાશ્મીરમાં રહીને પાકિસ્તાન માટે કામ કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી શરુ કરી છે. કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ અલગતાવાદી નેતાઓ અને તેમના સમર્થકો વિરુદ્ધ ભારતની નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના અભિયાનથી પાકિસ્તાન નારાજ થઈ ગયું છે. કાશ્મીરમાં અલગતાવાદી નેતાઓ અને આતંકવાદીઓને સમર્થન કરતા લોકોની સંપત્તિ જપ્ત કરવા પર પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI અને લશ્કર જેવા આતંકવાદી સંગઠનો આ લોકો દ્વારા આતંકવાદીઓને પૈસા મોકલે છે. તેમને છુપાવવા માટે જગ્યા પૂરી પાડે છે. NIA આવા લોકોની ઓળખ કરી રહી છે અને તેમની મિલકતો જપ્ત કરી રહી છે.

NIAએ કાશ્મીરમાં 2021થી  124 મિલકતો કરી જપ્ત! 

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું હતું કે, ‘ભારતની નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી અને સ્ટેટ ઈન્વેસ્ટિગેશન એજન્સી ખૂબ જ આક્રમક રીતે કાશ્મીરીઓની સ્થાવર સંપત્તિ જપ્ત કરી રહી છે.’ ભારતીય પગલા પર આંસુ વહાવતા તેમણે કહ્યું હતું કે તે ચિંતાનો વિષય છે કે રાજ્યની તપાસ એજન્સીએ 2021થી આવી 124 મિલકતો જપ્ત કરી છે. બલોચે કહ્યું હતું કે અમે ભારતના આ પગલાની નિંદા કરીએ છીએ. તેમણે દાવો કર્યો હતો કે ભારતે શ્રીનગરમાં ઓલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફરન્સના પ્રવક્તા અયાઝ અકબરની સંપત્તિ જપ્ત કરી લીધી છે.

કોણ છે અયાઝ અકબર?

અયાઝ અકબર પર અલગાવવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો આરોપ છે અને તે 2017થી જેલમાં છે. પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે બિન-કાશ્મીરી લોકોને જમીન અને મિલકત ખરીદવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં NIAએ અકબરની બે પ્રોપર્ટી જપ્ત કરી છે. NIAની વિશેષ અદાલતના આદેશ પર તેને જપ્ત કરવામાં આવ્યો છે. અગાઉ કાશ્મીરી ઉદ્યોગપતિ ઝહૂર અહેમદ શાહની 17 મિલકતો જપ્ત કરવામાં આવી હતી. તે ગેરકાયદેસર માધ્યમો દ્વારા ભારતમાં અને વિદેશમાં નાણાં એકત્રિત કરતો હતો અને તેનો ઉપયોગ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ફેલાવવા અને પ્રાયોજિત કરવા માટે કરતો હતો.

આ પણ વાંચો: NDRF ડીજીએ કહ્યું- “ગુજરાતમાં બિપરજોયને કારણે કોઈનું મોત થયું નથી”

 

Back to top button