ગુજરાતમધ્ય ગુજરાત

ખેડામાં વાવાઝોડાની ભારે અસરઃ મકાનો છત ઉડતા લોકો બન્યા બેઘર, ધારાસભ્યે અસરગ્રસ્તોની મુલાકાત લીધી

Text To Speech

અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપોરજોય ચક્રવાત ગુજરાતના જખૌ બંદર ખાતે ટકરાયું હતું. આ વાવાઝોડાને કારણે રાજ્યમાં તારાજી સર્જાઈ છે. આ વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં થઈ છે. રાજ્યના અનેક વિસ્તારોને ધમરોળ્યા બાદ બિપરજોય વાવાઝોડાએ ખેડા જીલ્લામાં વિનાશ વેરવાનું શરુ કર્યું છે. માતરના અનેક ગામોમાં ઘરો આખેઆખા ધારાશાયી થયા છે.

વાવાઝોડાને કારણે ખેડામા ભારે નુકસાની

બિપરજોય વાવઝોડાએ આખા ગુજરાતને ધમરોળ્યું છે રાજ્યના અનેક વિસ્તારોમાંથી નુકસાનીના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે મધ્ય ગુજરાતમાં પણ આ વાવાઝોડાની ભારે અસર વર્તાઈ છે. જેમાં ખેડા જીલ્લો પણ બાકાત રહ્યો નથી.ખેડાનાઅનેક ગામોમાં થાભલા, વૃક્ષો અને મકાનનો ધારાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે.ખેડા જિલ્લાના મહુધા તાલુકમાં પણ વાવાઝોડાને કારણેભારે નુકસાન થયુ છે. મૂળજ, ખૂંટજ ધંધોડી, ફીણાવ, વડથલ, ઉંદરા સહિતના ગામોમાં બીપરજોયની અસર વર્તાઈ છે.

ખેડા વાવાઝોડું -humdekhengenews

શાળાઓને પણ પહોંચ્યું નુકસાન

વાવાઝોડાને કારણે શાળાઓને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. જેમાં ઉંદરા પ્રાથમિકમાં ચાર ઉરડાના પતરા ઉડી ગયા જતાં અંદર રહેલા ડોક્યુમેન્ટ્સ, ટેબલ ભારે નુકસાન થયું છે. સાથે શાળાના બીમ પણ તૂટીને ભોય ભેગા થઈ ગયા છે.

ખેડા વાવાઝોડું -humdekhengenews

માતર પંથકમાં વાવાઝોડાને કારણે મકાનો છત ઉડી

બિપરજોય વાવાઝોડાએ ખેડા જીલ્લામાં વિનાશ વેરવાનું શરુ કર્યું છે. માતરના અનેક ગામોમાં ઘરો આખેઆખા ધારાશાયી થઈ ગયા છે. માતરના તાલુકાના સોખડા મકાનના પતરાં ઉડી ગયા છે. જ્યારે ગરમાળા ગામના ૩ કાચા મકાન પડી ગયા છે, ખરેટી ગામે એક મકાનના પતરાં ઉડી ગયા છે, જ્યારે વસ્તાણા બે મકાનના પતરાં ઉડી ગયા છે, વાલોત્રી 2 મકાનની દિવાલ પડી ગઇ છે, કઠોડા ૩ મકાનના પતરાં ઉડી ગયા છે. જેથી માતર પંથકના લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ખેડા વાવાઝોડું -humdekhengenews

ધારસભ્યે અસરગ્રસ્તોની  લીધી મુલાકાત

વડથલમાં પણ આ વાવાઝોડાની ભારે અસર થઈ છે. જેના પગલે મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા પણ વડથલ અસરગ્રસ્તને મળવા રાત્રે પહોંચી ગયા હતા.

 આ પણ વાંચો : NDRF ડીજીએ કહ્યું- “ગુજરાતમાં બિપરજોયને કારણે કોઈનું મોત થયું નથી”

Back to top button