મંગળ ગોચરઃ ગ્રહોના સેનાપતિનું મોટુ રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને લાભ
- 1 જુલાઇના રોજ રાતે મંગળનો સિંહ રાશિમાં પ્રવેશ
- સિંહ રાશિમાં મંગળ 1 જુલાઇથી 17 ઓગસ્ટ સુધી રહેશે
- ત્રણ રાશિના જાતકોને મંગળનું ગોચર ખૂબ ફાયદો થશે
વૈદિક જ્યોતિષમાં મંગળને ગ્રહોનો સેનાપતિ અને યોદ્ધા માનવામાં આવે છે. મંગળ કોઇ પણ વ્યક્તિના સાહસ અને પરાક્રમને પ્રદર્શિત કરે છે. 1 જુલાઇના રોજ રાતે મંગળ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સિંહ રાશિમાં મંગળ 1 જુલાઇથી 17 ઓગસ્ટ સુધી રહેશે. સુર્યની રાશિમાં જ્યારે મંગળ પ્રવેશ કરશે તો તેના પ્રભાવથી ત્રણ રાશિના જાતકોને ખૂબ ફાયદો થશે. જાણો કઇ છે આ ત્રણ રાશિઓ
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે મંગળ એકાદશ અને છઠ્ઠા ભાવનો સ્વામી છે. મંગળ હવે 1 જુલાઇથી તમારા ત્રીજા ભાવમાં ગોચર કરશે, જે સાહસ અને પરાક્રમનો ભાવ છે. મંગળની ચોથી દ્રષ્ટિ તમારા છઠ્ઠા ભાવ પર, સપ્તમ દ્રષ્ટિ તમારા નવમા ભાવ પર અને અષ્ટમ દ્રષ્ટિ તમારા દશમ ભાવ પર પડશે. તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. રિયલ એસ્ટેટ અને પ્રોપર્ટીના કામ સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે. શત્રુ પ્રભાવહીન બનશે. તમને ભાગ્યનો સાથ મળશે. પિતાના સહયોગથી અધુરા કામ પુરા થશે. પ્રમોશનના યોગ છે.
ધન રાશિ
ધન રાશિના જાતો માટે મંગળ પંચમ અને દ્વાદશ ભાવનો સ્વામી હોય છે. હવે મંગળનું ગોચર તમારા ભાગ્ય સ્થાનમાં હશે. આ ભાવમાં વિરાજમાન મંગળની ચોથી દ્રષ્ટિ તમારા દ્વાદશ ભાવ પર અને સપ્તમ દ્ર્ષ્ટિ તમારા ત્રીજા ભાવ પર પડશે. તમે ધાર્મિક યાત્રાઓ કરશો. તમારા ગુરુઓનો સહયોગ પ્રાપ્ત થશે. ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરનારને પ્રોફિટ થશે. વિદેશ જવા માટે અનુકુળ સમય. પૈતૃક સંપતિનો વિવાદ સુલજશે. તમે પરિવારના લોકો પર ખર્ચ કરશો. વાહન ખરીદીના યોગ છે. ઘરમાં માંગલિક કાર્યો થઇ શકે.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે મંગળ બીજા અને ભાગ્ય સ્થાનનો સ્વામી છે. હવે મંગળનું ગોચર તમારા છઠ્ઠા ભાવ એટલે કે શત્રુ સ્થાનમાં હશે. મંગળનું ગોચર છઠ્ઠા ભાવમાં શુભ પરિણામો આપે છે. મંગળના ગોચરથી મીન રાશિને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. ભાગ્યનો સાથ મળશે. વિદેશ જવાની તક મળશે. કામ સંદર્ભે યાત્રા થઇ શકે. મંગળની દ્રષ્ટિ લગ્ન પર પણ આવી રહી છે. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. તમારુ સાહસ અને પરાક્રમ વધશે. માન સન્માન મળશે.
આ પણો વાંચોઃ અષાઢ ગુપ્ત નવરાત્રિ ક્યારે શરૂ થશે? જાણો ઘટસ્થાપન વિધિ અને શુભુ મુહુર્ત