અષાઢ ગુપ્ત નવરાત્રિ ક્યારે શરૂ થશે? જાણો ઘટસ્થાપન વિધિ અને શુભુ મુહુર્ત
- 19 જુન, 2023ના રોજ અષાઢી ગુપ્ત નવરાત્રિ
- ગુપ્ત નવરાત્રિમાં દસ મહાવિદ્યાઓનું વિશેષ મહત્ત્વ
- નવ દિવસ સુધી દુર્ગાસપ્તશીનો પાઠ કરવાથી થશે ફાયદો
આખા વર્ષમાં કુલ ચાર નવરાત્રિ આવે છે. જેમાં બે ગુપ્ત નવરાત્રિ અને બે પ્રત્યક્ષ નવરાત્રિ હોય છે. આ વર્ષે 19 જુન, 2023થી અષાઢની ગુપ્ત નવરાત્રિ શરુ થઇ રહી છે. ગુપ્ત નવરાત્રિમાં 10 મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે.
ગુપ્ત નવરાત્રિમાં 10 મહાવિદ્યાઓ માતા કાલી, માતા તારા, માતા ત્રિપુર સુંદરી, માતા ભુવનેશ્વર, માતા છિન્નમસ્તા, માતા ત્રિપુર ભૈરવી, માતા ધુમાવતી, માતા બગલામુખી, માતા માતંગી, માતા કમલા છે. ગુપ્ત નવરાત્રિમાં તંત્ર સાધના કરવામાં આવે છે, જેને વધુ કઠિન માનવામાં આવે છે. તંત્ર વિદ્યામાં આ 10 મહાવિદ્યાઓનું વિશેષ મહત્ત્વ હોય છે. આ 10 વિદ્યાઓની સાધના અને ઉપાસનાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. બે દિવસ બાદ ગુપ્ત નવરાત્રિ શરૂ થઇ રહી છે.
ગુપ્ત નવરાત્રિમાં ગૃહસ્થ જીવનવાળા નવ દિવસ સુધી દુર્ગા સપ્તશીનો પાઠ કરે અને માતા દુર્ગાની પુજા કરે. સાથે સાથે દેવી દુર્ગાના નવાર્ણ મંત્રની રોજ એક માળા જપે. તેનાથી દિવ્ય શક્તિ પ્રાપ્ત થાય છે.જાણો અષાઢ ગુપ્ત નવરાત્રિમાં ઘટસ્થાપનાના મુહુર્ત અને પૂજા વિધિ અંગે.
ગુપ્ત નવરાત્રિનું શુભ મુહુર્ત
અષાઢ મહિનાના શુક્લ પક્ષના દિવસે 18 જુન રવિવારે સવારે 10.6 વાગ્યાથી એકમ શરૂ થશે. આ તિથિનું સમાપન 19 જુન સવારે 11.25 વાગ્યે થશે. ઉદયાતિથિને જોતા ગુપ્ત નવરાત્રિની શરૂઆત 19 જુનના રોજ ગુપ્ત નવરાત્રિ મનાવવામાં આવશે.
ઘટસ્થાપનાનું મુહુર્ત
નવરાત્રિમાં કળશની સ્થાપનાનું વિશેષ મહત્ત્વ હોય છે. ગુપ્ત નવરાત્રિ પર આ વખતે ઘટસ્થાપનાનું મુહુર્ત 19 જુન સવારે 5.23 વાગ્યાથી સવારે 7.27 વાગ્યા સુધી છે. અભિજિત મુહુર્તની વાત કરીએ તો તે 19 જુનના દિવસે સવારે 11.55 વાગ્યાથી બપોરે 12.50 સુધી છે.
કળશ સ્થાપના માટેની સામગ્રી
કળશમાં ગંગાજળ ઉપરાંત તેત્રીસ કોટિ દેવી-દેવતા બિરાજમાન હોય છે. આ રીતે કળશ સ્થાપના શુભ માનવામાં આવે છે. આ માટે માટી, માટીનો ઘડો, માટીનુ ઢાકણ, નારિયેળ, જળ, ગંગાજળ, લાલ રંગનું કપડુ, એક માટીનો દીવો, અક્ષત, હળદર, કંકુ, નાડાછડીની જરૂર પડશે.
હવન માટેની સામગ્રી
ગુપ્ત નવરાત્રિમાં હવન માટે હવન કુંડ, કપૂર, સોપારી, લવિંગ, ગુગળ, લોબાન, ઘી, પાંચ મેવા, મીઠાઇ અને ચોખા રાખી દો.
આ પણ વાંચોઃ 83 વર્ષીય અલ પચિનો ચોથી વખત બન્યા પિતા, 29 વર્ષની ગર્લફ્રેન્ડ નૂરે પુત્રને આપ્યો જન્મ