CR પાટીલે બિપરજોય વાવાઝોડા સાથે PM મોદીને કેમ જોડ્યા?
ગુજરાત પરથી હાલ મોટી મુસિબત ટળી છે. બિપોરજોયનું સંકટ હવે ધીરે ધીરે દૂર થઈ રહ્યું છે. પરંતુ તેની અસર હજુ થોડા દિવસો રહેશે.આ દરમિયાન ગુજરાતમાં વાવાઝોડાની સ્થિતિ સામે સરકાર અને લોકોની લડતને લઈ ગુજરાત પ્રદેશ ભાજપ ધ્યક્ષ સી આર પાટીલે નિવેદન આપ્યું છે.
વાવાઝોડાને લઈ પાટીલનું નિવેદન
સી આર પાટીલે જણાવ્યું કે “સરકાર અને સંગઠન દ્વારા ગર્ભવતી બહેનોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સરકાર અને આશા વર્કરની બહેનોએ ખૂબ સારી કામગીરી કરી છે. ગુજરાતના સૌ લોકોનો સાથ અને સહકાર મળવાને કારણે આજે જે વિકરાળ સ્વરૂપ ધરાવતા આ વાવાઝોડામાંથી આપણે બહાર નિકળી શક્યા છીએ”
નરેન્દ્ર મોદી કુદરતી આફતો સામે લડવાની પૂર્વ તૈયારીઓ કરે છે: CR પાટીલ
વધુમાં સી.આર.પાટીલએ જણાવ્યુ કે “ગુજરાતમાં બીપરજોય વાવાઝોડાના કારણે કોઈ જાનહાનિ ન થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ધ્યાન રાખી રહ્યા હતા. ત્યારે રાજ્યમાં હજુ સુધી જાનહાનિની ખબર મળી નથી પરંતુ આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય. નરેન્દ્ર મોદી કુદરતી આફતો સામે લડવાની પૂર્વ તૈયારીઓ કરે છે અને આફત પછી પણ અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટેના પ્લાનિંગ હોય છે”.
સરકારે પ્રજાની સાથે અબોલા પ્રાણીઓની પણ ચિંતા કરી : CR પાટીલ
સી.આર.પાટીલે કહ્યું કે “ગુજરાત સરકારે પ્રજાની સાથે અબોલા પ્રાણીઓની પણ ચિંતા કરી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અબોલા જીવ માટે તેમની સ્થળાંતરની સાથે તેમના માટે ચારાની વ્યવસ્થા કરવાની પણ સૂચના અપાઈ હતી”
સરકાર અને સંગઠન દ્વારા ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલ પહોંચાડવામા આવી
સરકાર અને સંગઠન દ્વારા ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલ પહોંચાડવાના પ્રયત્નો કર્યા સાથે તે બહેનોને કે આવનાર બાળકને નુકશાન ન થાય તેના માટે સરકાર તેમજ આશાવર્કર બહેનોનો ખૂબ મોટો ફાળો રહ્યો હતો તેમ પાટીલે જણાવ્યું હતું.
રસ્તા પરથી ઝડપથી ઝાટ હટાવવાના સાધનો દ્વારા વનવિભાગ સુસજ્જ
ગુજરાત સરકારે ભારે પવન ફૂંકાવાના કારણે રસ્તા પર પડેલા ઝાડના કારણે રસ્તા બંધ થઈ ગયા હોય તેને ઝડપથી ફરી કાર્યરત કરવા માટે જે.સી.બી તેમજ તેને ઝડપથી હટાવવાના સાધનો દ્વારા વનવિભાગ સુસજ્જ હોવાનું પણ સી.આર.પાટીલે જણાવ્યું હતું.
આ પણ વાંચો : વાવાઝોડાની આફત વચ્ચે ગૂંજી કિલકારીઓ ! 8 જિલ્લાના અસરગ્રસ્ત ક્ષેત્રોમાં 680 બાળકોનો થયો જન્મ