ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ભારે પવન અને વરસાદને પગલે 190 વીજપોલ ધરાશાયી

Text To Speech

પાલનપુર: જખૌમાં લેન્ડ ફોન થયેલા ‘બિપરજોય’ વાવાઝોડાની અસર હવે બનાસકાંઠા જિલ્લામાં પણ વર્તાઈ રહી છે. ભારે પવન સાથે સરહદી વાવ, થરાદ અને સુઈ ગામમાં વરસાદ શરૂ થયો હતો. જ્યારે બોર્ડર નજીક આવેલ ઝીરો લાઇન પર દરિયાનું પાણી પણ હિંલોળા લઈ રહ્યું છે. તારીખ 16 અને 17 જૂનના રોજ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

45 વૃક્ષો તૂટી પડ્યા

જેને પગલે જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ છે. જ્યારે ગુરુવારે રાત્રે સરહદી વિસ્તારના તાલુકાઓ વાવ, થરાદ અને સુઈગામના ગ્રામીણ વિસ્તારમાં તેજ ગતિએ ફુંકાયેલા પવનથી અનેક કાચા મકાનોના છાપરા ઉડી ગયા હતા. જેથી મકાન માલિકોને નુકશાન થયું છે. જિલ્લામાં 190 જેટલા વીજ થાંભલા ક્ષતિગ્રસ્ત થયા છે. પરિણામે 18 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. જેમાંથી વીજ કંપની દ્વારા ચાર ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. ભારે પવનની ગતિથી 45 જેટલા ઝાડ પણ તૂટી પડ્યા હતા. જેમા એક પશુનું મોત નીપજ્યું છે. સદભાગ્ય કોઈ માનવ મૃત્યુ થયું નથી.

વાવાઝોડાની અસર-humdekhengenews

જ્યારે નિચાણવાળા અને કાચા મકાનોમાં રહેતા 2500 જેટલા લોકોનું સેલ્ટર હોમ અને શાળાઓમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિમાં અસરગ્રસ્તો માટે 25000 ફૂડ પેકેટ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. ડીસા સહિત સમગ્ર જિલ્લામાં અત્યારે વરસાદી માહોલ છવાયેલો છે. હળવો વરસાદ વરસી રહ્યો છે.

ડીસામાં ઝુપડપટ્ટી, ખુલ્લામાં રહેતા અને વૃદ્ધાશ્રમમાં રહેતા 200 જેટલા લોકોનું પાલિકા દ્વારા સેન્ટર સેલ્ટર હોમમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યાં જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ગુરુવારે દિવસ દરમિયાન નોંધાયેલા વરસાદમાં થરાદમાં 32મીમી, ધાનેરામાં 25 મીમી, દાંતીવાડામાં 13મીમી, દાંતામાં 26 મીમી , વડગામમાં 37મીમી, પાલનપુરમાં 48 મીમી, દિયોદરમાં 33 મીમી, લાખણીમાં 45 મીમી વરસાદ નોંધાયો છે. બાકીના તાલુકાઓમાં એક મીમીથી લઈને પાંચ મીમી સુધી વરસાદ નોંધાયો છે. અત્યારે વરસાદ ચાલુ છે અને હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે.

આ પણ વાંચો :બનાસકાંઠા: સુઇગામ તાલુકામાં ભારે પવનથી અનેક મકાનોના પતરાં ઉડ્યા

Back to top button