ટ્રેન્ડિંગવર્લ્ડવિશેષ

શું તમે જોઈ ક્યારેય મીઠાના દાણા કરતાં પણ નાની હેન્ડબેગ? જુઓ આ રહી તસ્વીર

Text To Speech
  • MSCHF દ્વારા માઇક્રોસ્કોપિક હેન્ડબેગ
  • યુએસ આર્ટિસ્ટ સામૂહિક MSCHF, જે તેની વિચિત્ર હરાજી માટે પ્રખ્યાત છે, તે વધુ એક ઓફબીટ પ્રોડક્ટ લઈને આવ્યું છે. MSCHF એક બેગની હરાજી કરી રહ્યું છે જે એટલી નાની છે કે તે સોયની આંખમાં ફિટ થઈ જાય છે.

ન્યૂયોર્ક: અમેરિકામાં મીઠાના દાણા કરતાં નાની હેન્ડબેગ બનાવવામાં આવી છે. જેને તમારે જોવી હશે તો એ એમજ નહીં જોઈ શકાય, તેને જોવા માટે માઈક્રોસ્કોપની મદદ લેવી પડશે, તો જ તમે આ હેન્ડબેગને જોઈ શકશો.

મીઠાના દાણા કરતાં પણ નાની આ હેન્ડબેગનું કદ 657 ગુણ્યા 222 ગુણ્યા 700માઈક્રોમીટર છે. જે સોયમાંથી પણ નીકળી શકે છે એટલું નાનુ એનુ કદ છે.

શું તમે જોઈ ક્યારેય મીઠાના દાણા કરતાં પણ નાની હેન્ડબેગ? જુઓ આ રહી તસ્વીર

 

  • મીઠાના દાણા રકતાં પણ નાની હેન્ડબેગની અમેરિકામાં 19મી જૂનના દિવસે હરાજી કરવામાં આવશે.

 

તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર તસવીરો શેર કરતા, MSCHF એ કેપ્શનમાં લખ્યું, “સમુદ્રીય મીઠાના દાણા કરતા પણ નાનું અને સોયની આંખમાંથી પસાર થઈ શકે તેટલું સાંકડું, આ પર્સ એટલું નાનું છે કે તમારે તેને જોવા માટે માઈક્રોસ્કોપની જરૂર પડશે.”

 

 

View this post on Instagram

 

A post shared by MSCHF (@mschf)

આ પણ વાંચો: ગુજરાતમાં રીંછની સંખ્યામાં વધારો જોવા મળ્યો, બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ રીંછ નોંધાયા

Back to top button