નેશનલ

બીબીસી ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ સાથે જોડાયેલી RTI પર મોદી સરકારે આપ્યો જવાબ

બીબીસીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનાવેલી ડોક્યૂમેન્ટ્રીને ભારત સરકાર તરફથી તમામ પ્લેટફોર્મ પર પ્રતિબંધ કરવાને લઈને એક આરટીઆઈનો કેન્દ્ર સરકારે જવાબ આપ્યો છે.

આ આરટીઆઈ તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેએ નાંખી હતી. સાકેત ગોખલે દ્વારા બીબીસી ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ લગાવવાને લઈને કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલયને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

તેના જવાબમાં મંત્રાલેય જણાવ્યું કે, આઈટી નિયમ 2021ના નિયમ 16 હેઠળ આંતર-વિભાગીય સમિતિના સૂચન પર આ ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

સાકેત ગોખલેએ એક આરટીઆઈ દાખલ કરીને કેન્દ્ર સરકારને પૂછ્યું હતુ, બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી)ની બનાલેલી ડોક્યુમેન્ટ્રી ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ચનને ક્યા આધાર પર ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવી છે. આ ડોક્યુમેન્ટ્રીને પ્રતિબંધ કરવાને લઈને જે પણ ફાઈલ, ફાઈલની નોટિંગ, પત્રાચાર અને મેમા છે, તેમને શેર કરો.

સૂચના અને પ્રસારણ મંત્રાલયે નવ જૂને આ આરટીઆઈનો જવાબ આપ્યો છે.

પોતાના જવાબમાં મંત્રાલયે કહ્યું છે કે, આઈટી એક્ટ 2000થી સેક્શન 69એમાં ડિજિટલ ન્યૂઝ પર છપાનાર સામગ્રીને બ્લોક કરવાની જાણકારી આપી છે. આઈટી નિયમ 2021ના નિયમ 16 (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક કોડ) હેઠળ અનેક મંત્રાલય, વિભાગ, સંસ્થાઓ, રાજ્યો, કેન્દ્ર શાસિત રાજ્યો અને અનેક મંત્રાલયોની આંતર વિભાગીય સમિતિના સૂચનો પર ડોક્યુમેન્ટ્રીને પ્રતિબંધિત કરવામાં આવી છે. આંતર વિભાગીય સમિતિની કાર્યવાહી ગુપ્ત હોય છે અને તે આરટીઆઈના સેક્શન 8 (1)(એ) હેઠળ આરટીઆઈના દાયરાથી બહાર આવે છે.

સાકેત ગોખલેએ આ આરટીઆઈ અંગે જાણકારી આપતા કહ્યું કે, “સૂચના અને પ્રસારણ મંત્રાલયે જે નિયમ 16 હેઠળ ડોક્યુમેન્ટ્રી પ્રતિબંધિત કરવાની વાત કરી છે તે મંત્રાલયને ઇમરજન્સીની સ્થિતિમાં જ કન્ટેન્ટને બ્લોક કરવાનો અધિકાર આપે છે. તે પછી મંત્રાલય દ્વાર આંતર વિભાગીય સમિતિ બનાવવાની હોય છે, જેથી તે પ્રતિબંધની સમીક્ષા કરી શકે. આંતર વિભાગીય સમિતિ માત્ર સૂચનો આપી શકે છે આદેશ નહીં.”

આ પણ વાંચો- જમ્મુ-કાશ્મીરમાં સેનાની મોટી કાર્યવાહી; 5 વિદેશી આતંકી ઠાર

બીબીસીએ ભારતમાં ડોક્યુમેન્ટ્રી સત્તાવાર રીતે રિલીઝ કરી નથી પરંતુ આને અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ શેર કરી રહ્યાં છે. કેન્દ્ર સરકારના આદેશ પછી આ એકાઉન્ટ પરથી ડોક્યુમેન્ટ્રીને હટાવી દેવામાં આવી હતી.

બે એપિસોડની ડોક્યુમેન્ટ્રી

બીબીસીએ બે એપિસોડની એક ડોક્યુમેન્ટ્રી બનાવી છે- ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન. તેનો પ્રથમ એપિસોડ 17 જાન્યુઆરીએ બ્રિટનમાં પ્રસારિત થઈ હતી. બીજો એપિસોડ 24 જાન્યુઆરીએ પ્રસારિત થયો.

પહેલા એપિસોડમાં નરેન્દ્ર મોદીની શરૂઆતની રાજનીતિની કારકિર્દી બતાવવામાં આવી છે જેમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આગળ વધ્યા અને ગુજરાતના મુખ્યમંત્રીના પદ સુધી પહોંચે છે.

આ ડોક્યુમેન્ટ્રી એક અપ્રકાશિત રિપોર્ટ પર આધારિત છે જેને બીબીસીએ બ્રિટિશ ફોરેન ઓફિસમાંથી મેળવ્યો છે. આ ડોક્યુમેન્ટ્રીમાં નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી રહેતા સમયે ગુજરાતમાં 2002માં થયેલી હિંસામાં ઓછામાં ઓછા 2000 લોકોના મોત પર પ્રશ્ન ઉઠાવ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મોદી વર્ષ 2002માં ગુજરાતમાં હિંસાનો માહોલ બનાવવામાં પ્રત્યક્ષ રૂપે જવાબદાર છે.

ભારતીય સુપ્રીમ કોર્ટ પહેલા જ વડાપ્રધાન મોદીને ગુજરાત હિંસામાં કોઈપણ રીતની સંડોવણી હોવાના આરોપોમાંથી ક્લિનચીટ આપી ચૂક્યું છે.

આ પણ વાંચો- મણિપુરમાં હિંસા યથાવત; ટોળાએ પેટ્રોલ બોમ્બ બનાવીને કેન્દ્રિય મંત્રીનું ઘર ફૂંકી માર્યું

Back to top button