ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

આજે બિપરજોય વાવાઝોડું સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાશે: હવામાન વિભાગની આગાહી

Text To Speech

અમદાવાદ: બિપરજોય વાવાઝોડું ગુજરાત સાથે ટકરાઇ ગયું છે. જેની અસરો હવે રાજ્યના અન્ય વિસ્તારો ઉપર પણ જોવા મળી રહી છે અને તે કારણે અનેક વિસ્તારોમાં ભારે પવનની સાથે વરસાદ જોવા મળી રહ્યો છે.

આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા બિપરજોય વાવાઝોડાને લઇને નવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આ અંગે જણાવ્યું છે કે, આજે બપોરે 12 વાગ્યા સુધી બિપરજોય સાયક્લોનિક સ્ટ્રોમમાં પરિવર્તિત થવાની સંભાવના છે. આજે આખા દિવસ દરમિયાન વાવાઝોડાની હલચલ શું રહેશે અને રાજ્યમાં ક્યા-કેવો વરસાદ પડશે તે અંગે માહિતી આપી છે.

આ પણ વાંચો- Biparjoy Cyclone: ગુજરાત બાદ રાજસ્થાનનો વારો, વાવાઝોડાને કારણે 4 રાજ્યોમાં હાઇ એલર્ટ

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આજે બપોરે 12 વાગ્યા સુધી વાવાઝોડું સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઇ જશે. જ્યારે સાંજે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. ડીપ ડિપ્રેશન કચ્છ અને રાજસ્થાન બાજુ રહેશે. હાલ બિપરજોય 12 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ આગળ વધી રહ્યું છે. જેના કારણે 75થી 85 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફુંકાશે.

આજે દિવસ દરમિયાન પવનની ગતિ વિશે જણાવતાં તેમણે કહ્યું કે, જેમ-જેમ વાવાઝોડું આગળ વધશે, તેમ-તેમ ત્રણ-ત્રણ કલાકે તેના પવનની ગતિમાં ઘટાડો આવતો રહેશે. સાંજ સુધી પવનની ગતિ 45થી 55 કિલોમીટર પ્રતિ કલાક પર આવી જશે.

આજે રાજ્યમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે?

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે,  બિપરજોયની અસરના કારણે આજે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. પાટણ, બનાસકાંઠામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે શકે છે. જ્યારે દ્વારકામાં ભારે વરસાદ રહેશે. અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તે સાથે જ સાથે જ દરિયા કિનારાના 9-10 નંબરના સિગ્નલ ઘટાડીને 3 નંબર કરવાની સૂચના આપી દેવાઇ છે. તે ઉપરાંત માછીમારોને હજું પણ દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચો- બિપરજોય: ગુજરાતમાં વાવાઝોડાઓનો શું છે ઇતિહાસ?

Back to top button